________________
જળકાયિક
કેટલાક પર
સડસ,
૨૭૦.
'શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્પર્શ કરે છે. આ પ્રમાણે બીજા પાંચ સ્થાન –ગતિ, સ્થિતિ, લાવણ્ય, યશ અને પુરુષકાર માટે પણ કલ્પી લેવું. જળકાયિક જી માટે પણ જાણવું. જેમકે -કેટલાક પાપકર્મના ઉદયવાળા જળકાયિક જીવે સંડાસ, ગટર આદિના સ્પર્શ ભેગવતાં હોય છે જ્યારે બીજા પુણ્યકમી જળકાયિક તીર્થકરના અભિષેક આદિ કામમાં આવતા હોય છે. કેટલાક અગ્નિકાયિકે ગામના ગામ જંગલના જંગલ બાળીને અસંખ્યાત અનંત જીના હત્યારા બને છે અને બીજા જનાદિ બનાવવા માટે ઉપગમાં આવે છે. વાવાઝોડા આદિના રૂપમાં વાયુકાયિક પણ અનિષ્ટતા ભેગવનારા બને છે, જ્યારે મંદમંદ વાયુ સૌને સુખરૂપ પણ બને છે. વનસ્પતિ માટે પણ કલ્પના કરી લેવી. આ એકેન્દ્રિય અવતારને પામેલા હોવાથી પિતે કોઈ જાતને શબ્દ, રસ, ગંધ કે રૂપને અનુભવ કરી શકતા નથી.
બે ઇન્દ્રિયને શબ્દ, રૂપ અને ગંધને છેડી સાત સ્થાનને અનુભવ કરે છે. તેઈન્દ્રિયને રૂપ અને શબ્દને અનુભવ નથી.
ચતુરિન્દ્રિયને શબ્દને અનુભવ નથી.
પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય અને દેવને દશે સ્થાને ઈબ્રાનિષ્ઠ અનુભવ હોય છે.
હે ગૌતમ! મેટી અદ્ધિવાળા, ઘુતિવાળા, બળવાળા અને મહાસુખસંપન્ન દેવે બહારના પુદ્ગલેને ગ્રહણ કર્યા પછી જ પર્વત, ભીંત આદિનું ઉલ્લંઘન કરી શકે છે.
શતક ૧૪ને ઉદેશે પાંચમે પૂણ. ૩