________________
૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
જ ભાજન કરવાના હાય છે. જેમકે મનુષ્યલાકમાં ખીજાના મળમૂત્ર જોઇને રાડ પાડનારા માનવ મરીને જ્યારે ભૂંડના શરીરને ધારે છે ત્યારે તે સમયે જ તેને વિષ્ટામાં મેઢું નાખવા સિવાય બીજો કોઇ માર્ગ નથી. માખીને લેાહી અને પરૂ, ગાય ભેંસ આદિને ઘાસ, કૂતરાઓને હાડકાના ટૂકડા, ગીધ આદિને મરેલા જનાવરોના દુર્ગંધ મારતા માંસના લેાચા સિવાય બીજું શું મળવાનું હતું ? મનુષ્ય અવતારને પામેલા ગરીબેને તમે જોયા છે ? તેમની ગરીબાઇ જોવા માટે પરમાત્માએ તમને આખા આપી છે? વિચારશક્તિ કેળવી છે? તમે તમારી ખારીમાંથી સડેલા, દુગંધ મારતા કાકડી, ચીભડા કે ખીજી કોઇ ચીજ બહાર ફેંકી છે ત્યાર પછી તમે જરા નજર કરવા માટે રામય લેશે તે તમને તત્કાળ ખખર પડશે કે તે તમારા ફેકેલા સડેલા ટૂકડાને પણ લઇને ખાનારા માણસે ભારત દેશમાં લાખાની સખ્યામાં પડયાં છે. ગંધાતા કચરાના ટોપલામાં ફેંકી દીધેલા એઠવાડમાંથી પણ દાણાં વીણતા ગરીબોને જુએ તે ખરા ! ઈત્યાદિ પ્રસ ંગાને જોયા પછી નારક જીવા જે અત્યંત પાપમય હાય છે, તે બિચારાઓને ગરમાગરમ ચા કયાંથી મળે ? રેફ્રીજરેટરના ઠંડા પાણી કાણુ પાય ? કયાંથી પાય ? કેમકે ત્યાં તે સૌ કોઈ સૌ કોઇના દુશ્મન જ હોય છે, ત્યાં ન મળે સ્ત્રીસહવાસ કે ન મળે પુરુષ સહવાસ. કેવળ લાલ સુરખ થયેલી ગરમાગરમ અંગારા ઝરતી મળે છે લાખ’ડની પુતળીએ કે પુતળાઓ અને ઉપરથી પડે છે પરમાધામીઓના હુથેાડો, ભાલેા, તલવાર કે ધારીઆના માર. તે મારથી ચીસે પાડતા અને અધમુઆ થયેલા નારા ત્યાંથી છૂટા પડે છે અને લાલ અગારાથી ભરેલી ભડભુજાની ભઠ્ઠીમાં પરમા ધામીએ નાખે છે, ત્યાં મકાઈ અને જુવાર ચણાની જેમ નારક