SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જ ભાજન કરવાના હાય છે. જેમકે મનુષ્યલાકમાં ખીજાના મળમૂત્ર જોઇને રાડ પાડનારા માનવ મરીને જ્યારે ભૂંડના શરીરને ધારે છે ત્યારે તે સમયે જ તેને વિષ્ટામાં મેઢું નાખવા સિવાય બીજો કોઇ માર્ગ નથી. માખીને લેાહી અને પરૂ, ગાય ભેંસ આદિને ઘાસ, કૂતરાઓને હાડકાના ટૂકડા, ગીધ આદિને મરેલા જનાવરોના દુર્ગંધ મારતા માંસના લેાચા સિવાય બીજું શું મળવાનું હતું ? મનુષ્ય અવતારને પામેલા ગરીબેને તમે જોયા છે ? તેમની ગરીબાઇ જોવા માટે પરમાત્માએ તમને આખા આપી છે? વિચારશક્તિ કેળવી છે? તમે તમારી ખારીમાંથી સડેલા, દુગંધ મારતા કાકડી, ચીભડા કે ખીજી કોઇ ચીજ બહાર ફેંકી છે ત્યાર પછી તમે જરા નજર કરવા માટે રામય લેશે તે તમને તત્કાળ ખખર પડશે કે તે તમારા ફેકેલા સડેલા ટૂકડાને પણ લઇને ખાનારા માણસે ભારત દેશમાં લાખાની સખ્યામાં પડયાં છે. ગંધાતા કચરાના ટોપલામાં ફેંકી દીધેલા એઠવાડમાંથી પણ દાણાં વીણતા ગરીબોને જુએ તે ખરા ! ઈત્યાદિ પ્રસ ંગાને જોયા પછી નારક જીવા જે અત્યંત પાપમય હાય છે, તે બિચારાઓને ગરમાગરમ ચા કયાંથી મળે ? રેફ્રીજરેટરના ઠંડા પાણી કાણુ પાય ? કયાંથી પાય ? કેમકે ત્યાં તે સૌ કોઈ સૌ કોઇના દુશ્મન જ હોય છે, ત્યાં ન મળે સ્ત્રીસહવાસ કે ન મળે પુરુષ સહવાસ. કેવળ લાલ સુરખ થયેલી ગરમાગરમ અંગારા ઝરતી મળે છે લાખ’ડની પુતળીએ કે પુતળાઓ અને ઉપરથી પડે છે પરમાધામીઓના હુથેાડો, ભાલેા, તલવાર કે ધારીઆના માર. તે મારથી ચીસે પાડતા અને અધમુઆ થયેલા નારા ત્યાંથી છૂટા પડે છે અને લાલ અગારાથી ભરેલી ભડભુજાની ભઠ્ઠીમાં પરમા ધામીએ નાખે છે, ત્યાં મકાઈ અને જુવાર ચણાની જેમ નારક
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy