________________
૨૬૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તથા વિઐસાકરણની શક્તિ પણ અચિંત્ય છે, માટે જે સ્કંધથી પરમાણુ છુટો પડ્યો છે, પુનઃ તે જ સ્કંધને મળી શકવાની શક્યતા છે.
(૨) ક્ષેત્રાદેશથી પરમાણુ ચરમ અને અચરમ પણ છે. ચરમ માટે કારણ બતાવતાં પરમાત્માએ કહ્યું કે, કેવળી ભગવંત જ્યારે કેવળી સમુદ્દઘાત કરે છે, ત્યારે તે સમયે જે ક્ષેત્રમાં કેવળી ભગવંત સાથે જે પરમાણુને સંબંધ થયે હોય તે પરમાણુ પુનઃ કેઈ કાળે પણ કેવળીના આત્મા સાથે સંબંધિત થઈને તે ક્ષેત્રદેશને પ્રાપ્ત કરતું નથી. કેમકે કેવળીને આત્મા સિદ્ધશિલામાં બિરાજમાન છે તેથી તે ક્ષેત્રમાં કેવળીને પુનરાગમન નથી માટે ક્ષેત્રાદેશથી પરમાણુ ચરમ છે અને સાધારણ ક્ષેત્રની અપેક્ષાએ અચરમ પણ છે.
(૩) કાળાદેશથી પણ ચરમ અને અચરમ જાણવું. અમુક સમયમાં કેવળીએ સમુઘાત કર્યો અને મેક્ષમાં ગયા, હવે કેવળીને પુનઃ સમુદ્રઘાત કરવાને નથી માટે સમુઘાતના કાળની અપેક્ષાએ પરમાણુ ચરમ છે અને સાધારણ કાળની અપેક્ષાએ અચરમ પણ છે.
(૪) ભાવાદેશથી જે સમયે વર્ણાદિવંત પુદ્ગલ પરમાણુ કેવળી સમુદુઘાત સમયે હતું, કાળાન્તરે મેક્ષમાં ગયેલા કેવળીની અપેક્ષાએ ચરમ છે અને સાધારણ ભાવની અપેક્ષાએ અચરમ છે. પરિણામભેદની વક્તવ્યતા શું છે?
હે પ્રભે! પરિણામે કેટલા પ્રકારના છે? જીવ પરિણામ અને અજીવ પરિણામ રૂપે પરિણામે બે પ્રકારના કહ્યાં છેઃ