________________
૨૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ માટે ગતિ પરિણામને પ્રથમ નંબરે મૂકવામાં આવ્યું છે. તેની હાજરીમાં જઇન્દ્રિય પરિણામની આવશ્યકતા રહેલી છે, માટે તેને બીજા નંબરે રાખે છે. ઇન્દ્રિય પરિણામની પ્રાપ્તિમાં પુણ્યદયે મળતા ઈષ્ટ પદાર્થોમાં રાગ અને પાદિયે મળતા અનિષ્ટ પદાર્થોમાં શ્રેષની માત્રા થતાં જીવને કષાયની પરિણતિ થયા વિના રહેવાની નથી, માટે તેનું સ્થાન ત્રીજું છે. કલાને લેયાઓ સાથે સીધો સંબંધ છે. કેમકે સગી કેવળીને પણ નવ વર્ષ કમ પૂર્વકેટિ વર્ષ પ્રમાણની શુક્લલેશ્યાની સદુભાવના છે અને કષાયને ચમત્કાર દશમા ગુણઠાણ સુધી જ હોય છે. માટે “યત્ર યત્ર કષાયમાવ: તત્ર તત્ર રચાયેa”
જ્યાં જ્યાં કષાયે છે ત્યાં ત્યાં લેશ્યા રહેલી જ છે, પરંતુ લેશ્યાના સદ્ભાવમાં કષાયેની ભજના છે, એટલે કે કષા હોય પણ ખરા અને નથી પણ હોતા માટે કષાયો પછી જ ચેથા નંબરે લેશ્યા પરિણામને મૂકવામાં આવેલ છે. વેશ્યાના પરિણામ પણ ગની હાજરીમાં જ હોય છે, કેમકે “જો પરિણામો સ્થા” માટે યોગ પરિણામનું પાંચમું સ્થાન છે તથા ગ(મન-વચન-કાયા)ની વિદ્યમાનતામાં ઉપયોગની હાજરી અવશ્ય રહેવાની જ છે, માટે છઠ્ઠા સ્થાને ઉપયોગ પરિણામ બિરાજમાન થયા છે, ઉપગની વિદ્યમાનતામાં જ્ઞાનપરિણામ અવશ્ય હોય છે. માટે સાતમા સ્થાનને જ્ઞાન શોભાવી રહ્યું છે. પરંતુ જ્ઞાનમાં સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનના પરિણામો રહેલા હોવાથી અને તેના મૂળમાં સમ્યક્ત્વ મિથ્યાત્વ રહેલા હોય છે માટે દર્શન પરિણામને જ્ઞાન પછી મૂકવામાં આવ્યો છે. સમ્યગ્દર્શન થયા પછી જિનવચનને વૈરાગ્યપૂર્વક સાંભળવાના હોય છે, જે ચારિત્ર મેહનીય કર્મના ક્ષપશમનું કારણ બને છે અને તેમ થતાં દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રની