________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૪
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, શાશ્વત કાળમાં રૂક્ષ અને સ્નિગ્ધ, આ બંને સ્પર્શી પરમાણુ તથા સ્ક ંધમાં રહેલાં છે, મતલમ કે પરમાણુમાં રૂક્ષત્વ અથવા સ્નિગ્ધત્વ એમાંથી એક સ્પર્શ રહ્યો હાય છે અને ફ્રેંચણકાદિમાં અનેની વિદ્યમાનતા છે. પ્રયાગ અને વિસસાકરણથી નીલાદિ વાંના પરમાણુ તથા સ્કંધમાં પરિણામે થાય છે અને જ્યારે તે પરિણામે નિજી થાય છે ત્યારે પરમાણુમાં એક જ વણુ–ગંધ અને રસ શેષ રહે છે જ્યારે સ્પર્શમાંથી–ઉષ્ણુ કે શીતમાંથી એક અને રૂક્ષ કે સ્નિગ્ધમાંથી એક આમ બે સ્પ શેષ રહે છે અને લઘુ, ગુરુ, મૃદુ અને કઠોર આ ચાર સ્પશે અપેક્ષાકૃત હાવાથી પરમાણુમાં તેમની હાજરી હોતી નથી.
જીવાત્મા પણ એક સમયમાં દુ:ખાના નિમિત્તોને લઈ દુ:ખી થયા છે તથા સુખાના નિમિત્તે સુખી થયા છે. આ પ્રમાણે સુખ-દુ:ખના નિમિત્તો એક સમયમાં પ્રાપ્ત થઈ શકે છે, પરન્તુ બ ંનેનું વેદન એક સમયમાં થતું નથી. તેમ જ કાળ સ્વભાવ આદિના કારણે શુભાશુભ કર્મબંધનના હેતુભૂત ક્રિયાઓથી અનેક પ્રકારના દુઃખિતત્વ આદિ પરિણામને પ્રાપ્ત થાય છે અને જ્ઞાનાવરણીય કર્માં જ્યારે ક્ષીણ થાય છે ત્યારે જીવ સિદ્ધ થાય છે.
પુદ્દગલ પરમાણુ શાશ્વત કે અશાશ્વત ?
ભગવતે કહ્યું કે, અમુક અપેક્ષાએ પરમાણુ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. પુદ્ગલ પરમાણુરુપ અને