________________
શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૩
૨૫૩ આકાશમાં વિચરતાં જંઘાચારણ મુનિઓને જોઈને તેમને વંદન કરતા નથી અને કલ્યાણ મંગળરૂપ ધર્મચૈત્યને બંને હાથ જોડીને પર્યપાસના પણ કરતા નથી તથા મુનિઓને ઉલ્લંઘીને ચાલ્યા જાય છે. જ્યારે બીજા નંબરના દેવ મુનિઓને જોઈને તેમને સત્કાર, સન્માન, વંદન, નમન તથા હાથ જોડીને પણું પાલન કરે છે એટલે કે રસ્તામાં આવતા મુનિવેષધારી મુનિઓને વંદન આદિ કર્યા વિના આગળ જતા નથી.
આ પ્રમાણે અસુરકુમાર, નાગકુમારાદિ ભવનપતિ દે, વ્યંતરે, વાન વ્યંતરે, તિષ્કો અને વૈમાનિક દેવે માટે પણ જાણવું.
નારક અને પૃથ્વીકાયિકાદિમાં પ્રસ્તુત વિષયની અસંભાવના હોવાથી કેવળ દેવદંડક પૂરતી જ આ વાત જાણવી. નારકની અવિનય સંબંધી વકતવ્યતા :
પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવંતે કહ્યું કે સંખ્યાતઅસંખ્યાત જીવાત્માઓ સાથે બદ્ધવરવાળા નારકે એક સમયને માટે પણ ભયમુક્ત ન હોવાના કારણે તેમના જીવનમાં નીચે લખેલે વિનયવ્યવહાર હેત નથી. (૧) સકરણીય વ્યક્તિના આગમનમાં ઊભા થઈ શકતા નથી. (૨) સન્માનનીય વ્યક્તિઓને કાંઈ પણ આપી શકતા નથી. (૩) પૂને વંદના કરી શકતા નથી. (૪) વિનય ગ્ય જીવાત્માઓને જોઈને ઊભા થઈ શકતા નથી. (૫) બંને હાથ જોડવા જેટલી ક્ષમતા તેમનામાં નથી.