________________
૨૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
ત્યાગથી પણ શ્રેષ્ઠતમ હોવાના કારણે તેવા પવિત્ર મુનિએને વિવેકપૂર્વકના વિનય તેમજ વંદન વ્યવહાર, સુખપૃચ્છા આદિની આરાધના માટે સમ્યગ્દષ્ટિ જીવા અવસર આવ્યે તૈયાર જ હાય છેઃ યદ્યપિ દેવાની આરાધના મનુષ્યલેાકના પ્રાણીઓને દૃષ્ટિગચર થાય, અથવા ન થાય તે પણ સમ્યગ્દૃષ્ટિ દેવા તેના ખ્યાલ કર્યાં વિના પણ પેાતાની સારી ક્રિયાએ કરવામાં મેધ્યાન હેાતા નથી. દેવગતિના દેવા પ્રાયઃ કરી ભ્રમણશીલ અને ક્રીડાપ્રિય હાવાના કારણે પેાતાની વૈક્રિય ગતિથી સ્થાનાન્તર કરતા જ હેાય છે, તેથી મુનિરાજને ભૂમિસ્થ, ધ્યાનસ્થ અને કાર્યંત્સગસ્થ અવસ્થામાં જોઈને દેવા તેમના વિનય વિવેક સાચવે કે ન સાચવે? આ પ્રશ્નના હાર્દ છે.
જે દેવ વિશાળ પરિવારવાળા હોય તે ભાવિતાત્મા અણુગારની વચ્ચે થઈને જઈ શકે છે ? અર્થાત્ તેમનું ઉલ્લંધન દેવા કરે છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, કોઈક દેવતા મુનિઓનુ ઉલ્લંઘન કરે છે અને કાઇ નથી કરતાં, કારણ આપતાં ભગવતે કહ્યું કે દૈવયેાનિના દેવા એ પ્રકારના છે.
(૧) માયી મિચ્છાટ્ટિી રવવન્નમા અર્થાત્ અનાઢિ કાળથી જે મિથ્યાત્વી બન્યા હાય.
(૨) આમાથી સમટ્ટિી વયન્ના અર્થાત્ મનુષ્ય કે તિય "ચ અવતારથી સમ્યક્ત્વ લઈને અથવા દેવગતિમાં આવ્યા પછી અરિહંતાના પચકલ્યાણકાને જોતાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલા દેવા. આ અને દેવામાંથી પહેલા નખરના દેવા વૈક્રિય ગતિથી આકાશમાર્ગે જતાં આવતાં પશુ ભૂમિસ્થ મુનિઓને કે