________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
૨૫૦
દેવાની તમસ્કાયકરણ વક્તવ્યતા
તમ એટલે અ ંધકાર જે અકાય(પાણી)ના પિરણામથી થતુ ધુમસ એટલે જ તમસ્કાય. તે માટે પ્રશ્ન કરતા ગૌતમસ્વામીએ પૂછ્યું કે, હે પ્રભો ! ઈશાન ઇન્દ્રને જ્યારે તમસ્કાયરૂપ અંધકાર કરવાની ઇચ્છા થાય તા કેવી રીતે કરશે ? ભગવતે કહ્યું કે, તે ઇન્દ્ર યાવત્ તમસ્કાયને કરનારા દેવાને ખેલાવે છે. અને તેએ ઇન્દ્રની આજ્ઞાથી તમસ્કાય કરે છે. પરંતુ અસુરકુમારાને તમસ્કાય કરવાના ચાર કારણેા સૂત્રમાં અતાવ્યા છે.
(૧) પેાતાને રતિક્રીડા કરવાની હોય તે સમયે. (૨) પોતાના શત્રુ દેવાને મેાહિત કરવાના સમયે. (૩) ગોપનીય ધન જે જમીન આદિમાં નાખેલું છે તેની રક્ષા કરવાના સમયે.
(૪) અને પેાતાના શરીરને છુપાવવાના પ્રસંગે.
ઉપરના ચાર કારણેાને લઇને અસુરકુમારા તમસ્કાય કરે છે. સમજવુ' સરળ છે કે અસુરકુમારે પાપતિવાળા, કુતૂહલવાળા, પેાતાના વૈર અથવા વૈરીને નહીં ભૂલવાવાળા હેાવાથી તેમને તમસ્કાય કરવાના ચાર કારણેા બતાવ્યા છે.
શતક ૧૪ના ઉદ્દેશો બીજો પૂર્ણ