________________
શતક ૧૩ મુ’ઉદ્દેશક-૭
૨૧૭
<
અનુભવી રહ્યા છીએ, તેવું મરણ ભગવતીસૂત્ર કહે છે કે ખાળ મરણુ ' છે. એમાં મૃત્યુ પામતા ગૃહસ્થ કે સાધુ સતિ પામી શકતા નથી.
પાપી પેટને ખાતર એક બજારમાં પેાતાના કરડિયામાંથી જુદી જુદી આઇટેમા ( પ્રાગ્રામા ) કાઢીને લેાકર'જન કરીને એ પૈસા મેળવનારે મદારી કે હાથચાલાકીના ખેલ કરનાર મંત્રવાદી પણ આ બજારમાં ખેલે પૂરા કરીને બીજી બજારમાં જાય છે. એ જ પ્રમાણે માનવશરીર મેળવેલા જીવાત્મા પણ આ ભવ પૂરતી સંસારની માયામાં કરજદાર બનીને આવ્યે હાય તા કરજ ચૂકવીને અને લેણદાર બનીને આવ્યો હાય તા લેણું વસુલ કરીને જીવનના અંત આવ્યે સંસારના બીજા બજારમાં જવાને માટે કમ સત્તાના સૂત્રામાં બધાયેલા છે. એવી સ્થિતિમાં માનવમાત્ર એટલુ જ વિચારવાનુ રાખે કે ગયા ભવામાં ઘણી રીતનાં દાન, શિયળ, તપ અને પવિત્ર ભાવા િ ધર્મ આરાધન કરીને મેળવેલા પુણ્યના જોરે આ ભવમાં મનુષ્ય અવતાર પામ્યા છું, જ્યાં ઋણાનુબંધની એડીએમાં ફસાયેલા હાવાથી કર્માનુસારે મારે ચેષ્ટાઓ કરવી પડે છે. આવી સ્થિતિમાં હું મોક્ષ ન મેળવું કે કેવળજ્ઞાનના રસ્તે ન આવું તે પણ વાંધા નથી, પરંતુ દુર્ગાંતિના દરવાજે જવા ન પામે તેટલી કાળજી હું રાખું તા મને કયાંય વાંધા આવી શકે તેમ નથી. માટે જીવતાં જીવનમાં તેવાં કાર્યો મારે કરવાં ન જોઇએ જેનાથી મારું મૃત્યુ બગડવા પામે, મને આ ધ્યાન કે રૌદ્રધ્યાન થાય, જેથી સંસારની માયામાં મારૂં મન અને જીવ અટવાઈ જાય. બસ ! આટલી જ વિચારણાને કેન્દ્રમાં રાખી પેાતાનુ જીવન ઘડવામાં આવે તે બાળ મરણુથી તે ભાગ્યશાળી મચી જવા પામશે.