________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૭
૨૧૫ સુખ-દુઃખ, પુણ્ય-પાપ, સંગ-વિયેગ આદિ કર્મો જે આ ચાલુ ભવ પૂરતાં જ છે તેમને ભેળવી લીધા પછી વર્તમાન આયુષ્યકર્મને છેલ્લે પરમાણુ નાશ થયે છતે માણસનું મૃત્યુ થાય છે. એટલે કે આ ભવનાં સુખદુઃખાદિને ભેગવવા માટેની છેલ્લી મર્યાદા આયુષ્યકર્મને છેલ્લે પરમાણુ છે, તે પછી “આપ મુએ મર ગઈ દુનિયા” ખેલ ખતમ છે. મદારીને ખેલ પૂરે થયે મદારી જેમ બીજી બજારમાં જાય તેમ આ જીવાત્મા આ ભવની શ્રીમંતાઈ, સત્તા, હીરા મોતીના દાગીના અને પુત્રપરિવાર આદિની સાથે ખેલાતી કે ખેલાયેલી રામલીલા સમાપ્ત થાય છે. આ આયુષ્યની મર્યાદા ચરમશરીરી દેવ, નારક કે લાંબા આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્યને છેડીને ઘટી શકે છે પણ વધતી નથી. વિષપાન, શસ્ત્રઘાત, જળસમાધિ, પર્વત આદિથી પતન, વધારે પડતી ભૂખ, તરસ આદિને કારણે મર્યાદા ઘટે છે અને તે સમયે બીજા કર્મોને ભેગવટાને હિસાબ એક સાથે જ સમાપ્ત થાય છે.
(૩) આત્યંતિક મરણ– - નરક આદિ આયુષ્યકમંદલિને ભેગવીને જીવ મરે છે અને મરીને એ જ આયુષ્યકર્મલિકને ભેગાવ્યા વિના તેનું જે આગામી મરણ થશે તે આત્યંતિક મરણ છે. (૪) બાળ મરણ
વર્તમાન જીવનમાં આપણે પંડિત-મહાપડિત-ત્યાગીમહાત્યાગી વૈરાગી અને એ છે વત્તે અંશે વ્રતધારી હેઈને ઘણુએ સદનુષ્ઠાનમાં જીવન પૂર્ણ કર્યું હોય તે પણ આંતરજીવનનું થર્મોમિટર (માપ દંડ) મૃત્યુશધ્યા છે. તે