________________
૨૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વારંવાર જોવાની ઈચ્છા થતાં તેને માટે ફાંફા મારતે રહે છે તે દ્રષ્ટ્રમિન્માદ છે.
(૩) દીર્ધ શ્વાસોશ્વાસ : પ્રેમપાત્ર વ્યક્તિ ફાંફા મારતા પણ જોવામાં ન આવે ત્યારે શ્વાસની ધમણ જોરદાર ચાલવા લાગે છે અને મકાનમાં, બારીમાં, દરવાજામાં કે રસ્તામાં ચારે બાજુ નજર ફેકતો ગાંડાની જેમ ઊભે ઊભે કેટલાય સમય પસાર કરે છે તે શ્વાસોશ્વાસન્માદ કહેવાય છે.
(૪) તાવ : શ્વાસે શ્વાસની ધમણ ચાલ્યા પછી પણ પ્રેમપાત્ર જોવા નથી ત્યારે બેકરાર (મર્યાદા બહાર ) થયેલા મનજીભાઈ અને તનજીભાઈ(મન અને શરીર)માં તાવની ઉષ્ણતા વધવા લાગે છે, જેને આપણે કામવર કહીએ છીએ, તે તાપન્માદ કહેવાય છે.
(૫) દાહ : તાપની ગરમી જેમ જેમ વધે છે તેમ તેમ તેના શરીરમાં દાહ પણ વધવા માંડે છે. ફળ સ્વરૂપે હાથ, પગ, આંખ, ભાષા આદિ બેકાબુ થઈને સૌની સાથે બલવા, ચાલવા, ખાવા-પીવા આદિ દૈનિક ક્રિયાઓમાં પણ તેને મુદલ રસ (ઈન્ટરેસ્ટ ) રહેતો નથી, ઉશ્કેરાટમાં આવીને ચદ્ધા તદ્દા બોલવા માંડે છે અને છેવટે પેક મુકીને રડવા માંડે છે, તેને દાહોન્માદ કહેવાય છે.
" (૬) ભજન અરુચિ : ખાવા-પીવા આદિ ઉપર બેહદ નફરત આવે છે, ત્યારે ઠંડા પીણા પણ બેસ્વાદ લાગે છે, કેશરીયા દૂધને પણ ગળા નીચે ઉતરતાં વાર લાગે છે. મેવા મિષ્ટાન્ન વિષ જેવા, મખમલના ગાદલા પણ અંગારા જેવા લાગે છે.