________________
૨૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તેમનું આંતરજીવન ભયંકર અશાંત હોય છે, દુઃખી હોય છે. પુણ્યકર્મ મજબુત હશે તે ઘી કેળાંમાં વાંધો આવતે નથી અને કદાચ આછું-પાતળું હશે તે દેવાળું કાઢીને, લુંટાઈને, એક બાજુ આર્થિક સ્થિતિની હાડમારીમાં, બીજી બાજુ ગૃહસ્થાશ્રમની હાડમારીમાં તે ભાઈને રિબાઈ રિબાઈ મરવા સિવાય છુટકારે નથી. આ કારણે જ ભાવદયાની ચરમ સીમા પ્રાપ્ત કરેલા તીર્થંકર પરમાત્માઓએ કહ્યું કે–હિંસા, જુઠ, ચેરી, મિથુન અને પરિગ્રહ મહાપાપ છે.
કૂતરાના માથા ઉપર ડંડે મારીએ છીએ, ત્યારે ડીવારને માટે કૂતરાની આંખ મારનારની ઉપર મંડાઈ રહેતી જાણે કહેતી હોય છે કે, બેટા ! આવતા ભવે તને કઈ કાળે, પણ સુખી નહિ થવા દઉં. કોર્ટમાં કે બીજે સ્થાને જેના માટે જઠી સાક્ષી અથવા તે સામેવાળાના મતીના પાણી ઉતરી જાય તેવી અસત્ય ભાષા, કલંક કે ચાડી ખાઈએ છીએ ત્યારે સામેવાળે આ ભવમાં આપણું ભલે કાંઈ પણ ન બગાડે તે પણ ફાટેલી આખે કહેશે કે, આવતા ભવમાં તને અને તારા ગૃહસ્થાશ્રમીના બેહાલ કર્યા વિના છોડવાનું નથી. જેની ચોરી કરી હોય કે થાપણ પચાવી હોય અને સામાવાળાને જ્યારે ખબર પડે ત્યારે મનોમન ગાંઠ બાંધીને તે કહેશે કે આ વિશ્વાસઘાતીને આવતા ભવમાં દાંત અને અનાજને વૈરી બનાવ્યા વિના રહું તેમ નથી. પિતાની ધર્મપત્નીને છેડીને બીજી સ્ત્રીઓ સાથે રમણ કરનારા પિતાના પતિ માટે વૈરણ બનતી તે સ્ત્રી કહે છે કે, આવતા ભવમાં વ્યંતરી બનીને પણ તારા આખાએ ગૃહસ્થાશ્રમના સુખને આગમાં બાળી નાખીને પછી હું જંપીશ અને પરિગ્રહ તે “સર્વેષ દુ! નાનાં મન: સવજાપાન મૂત્રમંત્ર, જીવમાઃ વિષાવો ” હેવાથી