________________
સતક ૧૩ મું ઉદ્દેશક-૮ ક્રિયાને જોવાની મુદ્દલ ઈચ્છાવાળા નથી. પરંતુ મિત્રની શરમથી જેતા હોય છે. આમ સૌની ભાવના વિચિત્ર અને જુદી જુદી હેવાથી એક જ ક્રિયા દ્વારા બંધાયેલાં કર્મોમાં રસનું તારતમ્ય પણ ઉતરે તેમાં નવાઈ જેવું નથી. રેલગાડી મોટર કે વિમાનના એકસીડંટમાં સેંકડે માણસ મરે છે. તેમાં કેટલાક સીમાતીત રીબાઈ રીબાઈને મરે છે, જ્યારે કેટલાક હાથપગથી વિયુક્ત થઈ જીવતાં જીવનમાં રીબાઈ રહ્યા હોય છે. ત્યારે કેટલાકને કંઈ પણ હાનિ થતી નથી અને આબાદ બચી જાય છે. એમાં રસબંધની વિચિત્રતા સિવાય બીજું કંઈપણ કારણ નથી.
પ્રદેશબંધ, કર્માણુઓના પ્રદેશને સમૂહ હેય છે. ક્રિયામાત્રમાં પ્રતિબંધ અને પ્રદેશબંધ અનિવાર્ય છે. જ્યારે રસ અને સ્થિતિમાં કષાયભાવની તંરતમતા રહી છે.
રસઘાત, સ્થિતિઘાત અને ગુણસંક્રમણ :
ભવભ્રમણ કરતાં જીવને જ્યારે મોક્ષગમનની લાયકાત પ્રાપ્ત થાય છે ત્યારે તેનામાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ (આત્માની અજબ ગજબની શક્તિ)ની પ્રાપ્તિ થતાં જ દીર્ઘ સ્થિતિમાં અને તીવ્ર રસનાં કર્મો પણ ટૂંકી સ્થિતિવાળાં અને ઓછા રસવાળાં થઈ જાય છે. કર્મસરા પાસે જેમ અનંત શક્તિ છે તેમ જીવ પણ અનંતશક્તિને સ્વામી છે. અનાદિ કાળથી બંને રણમેદાને ચડ્યાં છે અને અત્યાર સુધી કમ રાજાએ જીવ ઉપર વિજય મેળવ્યું છે, પરંતુ ભવભ્રમણમાં કેઈક જ સમયે જીવાત્માને જ્યારે પોતાનું ભાન થાય છે ત્યારે પિતાની અભૂતપૂર્વ શક્તિ વડે કર્મરાજાને પરાસ્ત કરવા માટે સમર્થ બને છે. તે સમયે લાંબા સમયનાં કર્મને કચ્ચર