________________
શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૧
૨૩૭ સંયમી હોય અને પછીથી સંયમમાં સ્થિત થઈને પણ વિરાધક બન્યું હોય, બનતે હોય અને છેલ્લા શ્વાસે પણ વિરાધનાઓનું પ્રતિક્રમણ ન કર્યું હોય તે તે મુનિ અસુરકુમારાદિમાં જન્મી શકે છે જે નિદષ્ટ દેવલેક છે.
આ પ્રમાણે નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર આદિ તિષ્ક અને વૈમાનિકે માટે પણ જાણી લેવું. નરકમાં જવાવાળાની શીઘગતિ કેવી હોય છે?
નારકની શી ગતિ કેવી રીતની હોય છે? શીઘ્રગતિને વિષય કેટલે? અહીં શીઘ્રગતિથી શરીરનું ગમનાગમન લેવાનું નથી, પરંતુ કાળ–સમયવાચક આ શબ્દ છે માટે શીઘ્રગતિને સમય કેટલે?
ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, જેમ કેઈ જુવાન, બળસંપન્ન હોય, વિશિષ્ટ યુવાવસ્થા પ્રાપ્ત કરી લીધી હોય, નિગી હેય, કાંડાથી મજબુત હોય, સહનશક્તિ ઘણી સારી હોય, બંને ભુજા સશક્ત હોય, મુઠ્ઠી યથા સમય વાળી શકાતી હોય તે જુવાન પોતાની મુઠ્ઠીને કે ભુજાને શીઘ્રતાથી સંકેચી કે પહોળી કરી શકે છે. આ રીતે તેની ગતિમાં શીઘતા હોય છે. ભગવાનની વાણીને ગૌતમસ્વામીએ ‘હા’ કહીને સ્વીકારતા કહ્યું કે હે પ્રભે! તેની ભુજા કે મુઠ્ઠી શીવ્રતાથી સંકેચાઈને વિસ્તૃત થઈ શકે છે. આ પ્રમાણે જ નારકાની ગતિ પણ શું આટલી જ શીવ્રતાવાળી હોય છે?
મનાઈ ફરમાવતાં ભગવંતે કહ્યું કે જે જીવાત્માએ નરકગતિને આયુષ્યકર્મ, નરકગતિકર્મ અને નરકાસુપૂવકમ