________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-ર
આ ઉદ્દેશામાં નીચે પ્રમાણેની વક્તવ્યતા છે. જીવાના ઉન્માદ, ઇન્દ્ર શુ' વર્ષાદ કરે છે ? ઇન્દ્ર વૃષ્ટિ કેવી રીતે કરતા હશે ? અસુરકુમારો વૃષ્ટિ કરે છે ? ઇશાનાદિ ઇન્દ્રો શું તમસ્કાય કરે છે? ઈત્યાદિ પ્રશ્નો છે અને તેના ઉત્તરા છે.
ઉન્માદ માટેની વક્તવ્યતા
,,
ઉન્માદ એટલે ? વ્યુત્પત્તિના અનુસારે ઉન્માદન“ મિતિ-ઉન્માદ : અથવા “ ઉન્માદ્યતે ઉન્માદ : ” જેનાથી જીવાત્માને ઉન્માદ ચડે તે ઉન્માદ છે. સાધારણતયા ભાંગ—શરામપાત કે અફીણ ખાદિના નશે। ચડ્યા પછી માણસની જ્ઞાનગ્રન્થિઓ કમજોર થઈ જાય છે અને સભવ છે કે વધારે પડતી નમળી જ્ઞાનગ્રન્થીઓને લઈને માણસને હીસ્ટારીયા, ફીટ કે બીજા પણ મસ્તિષ્કના રાગા પણ ઊભા થઈ શકે છે.
આ જ પ્રમાણે આત્માને નશો ચઢાવનાર ‘ઉન્માદ' છે. જેનાથી આત્મા પેાતાની બધી શક્તિઓ સાથે કંટ્રોલ આઉટ થતાં માનવનું અધઃપતન નિશ્ચિત બને છે.
ભગવતીસૂત્રના આ ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ પૂછ્યું કે હું પ્રભા ! ઉન્માદ એટલે શુ ? અને તેના ભેદે કેટલા છે ? ’
<
જવાખમાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ ! ઉન્માદ એ પ્રકારે છેઃ-( ૧ ) યક્ષાવેશ ઉન્માદ ( ૨ ) માહકર્મના ઉદયથી ઉત્પન્ન થતા ઉન્માદ. ’