________________
શતક ૧૩ મું : ઉદેરાક–૧૦ તેરમા શતકને આ છેલ્લે ઉદ્દેશ છે.
કેવળજ્ઞાનને મેળવ્યા પછી ભગવાન મહાવીરસ્વામી ૩૦ વર્ષ સુધી વિહરમાન રહ્યા છે, પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી ભવ્ય જીને નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે સથવસરણમાં વિરાજમાન થઈને જુદા જુદા વિષયને સ્પર્શ કરતું જ્ઞાન જનતાને આપ્યું છે. ખાસ ધ્યાન એટલું રાખવાનું કે “બુદ્ધની જેમ ઘણા પ્રશ્નો પ્રભુએ જતા કર્યા નથી.
જ્ઞાયકને ક્યા સમયે ક્યો વિષય જાણવાનું હોય તે કહી ન શકાય, માટે જ કેઈક સમયે સંબંધિત અને બીજા સમયે અસંબંધિત વિષયે પણ પુછાયા છે અને દયાના સાગરે જવાબ આપ્યા છે.
આ ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ પૂછ્યું કે, “હે પ્રભે! છદ્મસ્થ જીવને સમુદ્યાત કેટલા?” ભગવંતે કહ્યું કે, “છ સમુદ્રઘાતે હોય છે, તે આ પ્રમાણે વેદના, કષાય, મારણતિક, વૈદિય, આહારક અને તેજસ્ સમુઘાત...જે પહેલા ભાગમાં ચર્ચાઈ ગયા છે. છઘસ્થને કેવળી સમુદ્દઘાત હેતે નથી.
સંસારમાં કેવળી અને છઘસ્થ રૂપે જીવે બે પ્રકારના છે. સંસારાતીત કેવળી કહેવાય છે અને સંસારની ચારે ગતિઓમાં કર્મવશ ચક્કર મારનારાઓ છદ્મસ્થ છે. જેમાં પહેલા ગુણસ્થાનકથી લઈને ૧૧મા ગુણસ્થાનકના બધાય છે એટલે કે ક્ષપકશ્રેણી વિનાના છે તેમજ મતિજ્ઞાનથી લઈને મનઃ