________________
૨૧૮
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૫) પંડિત મરણ–
જીવનની રામલીલા રમવા છતાં, વૈરી અને વિરોધીઓની વચ્ચે રહેવા છતાં, હજારે લાખની માયા ભેગી કરવા છતાં પણ પિતાનું આંતજીવન નિર્લેપ, અનાસક્ત, અને સમ્યક્ત્વવાસિત રાખનારને મૃત્યુ સમયે સંસારની એક પણ માયા યાદ આવવાની નથી. કદાચ તે સમયે શારીરિક અસહ્ય વેદના ભેગવતે હશે તે પણ શરીર અને આત્મા જુદા છે એમ સમજીને વેદનાઓ પ્રત્યે લક્ષ્ય રાખ્યા વિના આત્માને પરમાત્માના ધ્યાનમાં મસ્ત બનાવશે અને પિતે પિતાની મેળે જ સંસારની રમત રમતાં પૃથ્વીકાયિક જીવોથી લઈને થાવત્ દેવલોક સુધીના જીની ત્રિવિધે થયેલી આશાતનાને પશ્ચાત્તાપ કરશે, મિથ્યા દુષ્કૃત દેશે તેમજ પિતાથી લેવાયેલા અઢારે પાપસ્થાનકેની નિંદા ગહ કરશે તથા ભવાંતરમાં હું પાપને સંપૂર્ણ ત્યાગ કરીને દીક્ષા લઉં અને આ ભવની અધૂરી આરાધના આવતા ભવે પૂર્ણ કરનારે થાઉં, ભભવ મને જૈનધર્મ, અરિહંતદેવ, તેમની મૂર્તિ મળે અને હું આરાધક બનવા પામું એવી ભાવનામાં મૃત્યુ પામતે મનુષ્ય પંડિત મરણને માલિક બને છે.
ઉપર્યુક્ત પાંચ પ્રકારના આયુષ્યના ભેદ ભેદાંતર સમજાવતાં ભગવંતે કહ્યું કે, “આવચિક મરણના પાંચ ભેદ છે.” તે આ પ્રમાણે :–
૧. દ્રવ્યાપીચિક મરણ ૪. ભવાનીચિક મરણ ૨. ક્ષેત્રાવાચિક મરણ ૫. ભાવાવાચિક મરણ. ૩. કાળાવાચિક મરણ