________________
२०3
શતક ૧૩ મું ઉદ્દેશક-૭ સાંભળનારનાં કાનને અનુગ્રહ થાય છે, અને કડવી-કઠોરકર્કશ-હિંસક તથા અસત્ય ભાષાથી કણેન્દ્રિયને ઊપઘાત પણ થાય છે. માટે ભાષા શું રૂપી છે? અને ચક્ષુરીન્દ્રિયથી ભાષા ગ્રહણ થતી નથી માટે ધર્માસ્તિકાયની જેમ તે અરૂપી છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે, “ગૌતમ! મારા શાસનમાં ભાષા રૂપી છે, પણ અરૂપી નથી. ધર્માસ્તિકાયની જેમ ચક્ષુથી અગ્રાહ્યા હોય તેટલા માત્રથી ભાષામાં અરૂપીત્વ સિદ્ધ થતું નથી. જેમ કે પરમાણુ, વાયુ કે પિશાચાદિ ચક્ષુગ્રાહ્ય નથી હોતા તે પણ તે રૂપી જ હોય છે. આ પ્રમાણે ચક્ષુથી અગ્રાહ્ય હોવા છતાં પણ ભાષા રૂપી છે.
હે પ્રભો ! ભાષા સચિત્ત છે? કે અચિત્ત છે?
સારાંશ કે, “ભાષા અનાત્મરૂપ હોવા છતાં પણ જીવના શરીરની જેમ સચિત્ત પણ હોઈ શકે છે અને જીવ દ્વારા નિસૃષ્ટ પુદ્ગલમય હોવાથી ભાષા અચિત્ત પણ હોઈ શકે છે?”
જવાબમાં કહેવાયું કે, “હે ગૌતમ! ભાષા સદૈવ પદુગલિક હોવાથી અને જીવ દ્વારા નિરુણ હોવાના કારણે પણ અચિત્ત જ હોય છે.”
હે પ્રભે! ભાષા શું જીવસ્વરૂપવાળી છે કે અજીવ સ્વરૂપવાળી છે?”
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “હે ગૌતમ! ભાષા ઉચ્છવાસાદિ પ્રાણધારણવાળી નહિ હેવાથી તે અજીવરૂપ જ હોય છે. ભાષાને વ્યવહાર ને જ હોય છે, અ ને હેતે નથી; માટે પુરૂષ પ્રયત્ન વિનાની અપૌરુષેયી ભાષા કઈ કાળે પણ હોતી નથી.”