________________
૧૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૂછયું કે, “કેસરીચંદ મરીને ક્યાં ગયે? ત્યારે જવાબ મળે કે “પહેલી નરકમાં ગમે છે. ત્યારે ફરીથી પ્રશ્ન થયે કે, “પહેલી ભૂમિ શું સુખકારી છે? ત્યાંના શરીરે શું રૂપાળા છે? ૩૩ સાગરોપમ, ૨૨ સાગરેપમ કે ત્રણ સાગરેપમની આયુષ્ય મર્યાદાવાળા છે? તે જે પરસ્પર સંપીને રહે છે? પરમાધામીએ તે ત્યાં નથી જતાને?” ઈત્યાદિ પ્રશ્નોને જવાબ દેવાય છે કે, નારકે અત્યંત દુઃખી છે, કદરૂપા છે. એક સાગરેપમની આયુષ્ય મર્યાદાવાળા અને પરસ્પર એક બીજાના વૈરી છે. પરમાધામીઓની વેદનાવાળા છે. પૂછનારે પરભાવ રૂપે (અસદ્ રૂપે) પૂછયું છે અને જવાબ દેનારાએ સ્વભાવ રૂપે (સદ્ રૂપે) જવાબ દીધો છે. એ પ્રમાણે સંસારના કેઈપણ દ્રવ્ય માટે વિધેયાત્મક કે નિષેધાત્મક રૂપે પ્રશ્ન સંભવી શકે છે, પરંતુ ઉત્તરદાતાને જે પદ્ધતિએ પ્રશ્નો પુછાયા હેય છે તેવી જ રીતે જવાબ દેવાના હેાય છે. મતલબ કે દ્રવ્યમાત્ર સ્વરૂપથી સરૂપ છે, અને પરભાવથી અસરૂપ છે. આ બંને એક જ દ્રવ્યમાં વિદ્યમાન છે. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ભાગ્યશાળીએ ! તમે પ્રત્યેક પ્રશ્નને બંને બાજુથી જોવાની આદત કેળવશે તે વસ્તુની યથાર્થતાને મેળવી શકશો. અવક્તવ્ય માટે જાણવાનું કે પદાર્થોમાં બંને રૂપો વિદ્યમાન હોવા છતાં કદાચ કોઈ પ્રશ્નકર્તા મનસ્વી હોવાના કારણે એમ પૂછે કે, “રત્નપ્રભા પૃથ્વીમાં બંને દૃષ્ટિએ હોવા છતાં પણ એક જ સમયે એક જ સાથે કહેવું હોય તે શી રીતે કહેવાય?' જવાબમાં ભગવંતે કહ્યું છે કે, “શબ્દો આકાશ ગુણ નથી, પણ પુગલ હોવાથી તેની ઉત્પત્તિ કમશઃ થાય છે, પણ એક સમયે ઘણા શબ્દો બોલી શકાતા નથી. તેથી અવક્તવ્ય શબ્દને