________________
શતક ૧૩ મું : ઉદ્દેશકનારકોની ઉત્પત્તિ શું સાન્તર છે?
રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામીએ ભગવંતને પૂછયું કે, હે પ્રભે! નરક ગતિમાં ઉત્પન્ન થનારા નારકે શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર થાય છે?” ભગવંતે કહ્યું કે : “હે ગૌતમ! નવમા શતકના ૩રમા ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવાયું છે તે પ્રમાણે અહીં સમજવાનું છે. સારાંશ કે નારકે સાન્તર અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. આ જ પ્રમાણે નાગકુમારાદિ, ભવનપતિ, વ્યંતર, જયતિષિક અને વૈમાનિક માટે પણ સમજવું. જેમાં અન્તર એટલે અવકાશ રહે તે સાન્તર અને અન્તર ન હોય તે નિરંતર. જે સમયે એક જીવ નારક થયો છે તે જ સમયે બીજે નારક જન્મે તે નિરંતર અને બીજા સમયે જમે તે સાન્તર, અથવા એક ભવમાંથી બીજા ભવમાં જતાં જે અંતર પડે તે સાન્તર અને તેનાથી વિપરીત નિરંતર
ચમચંચા નામની રાજધાની કયાં છે?
હે પ્રભો! અસુરરાજ, અસુરેન્દ્ર ચમરની ચમચંચા નામની રાજધાની ક્યાં આવી છે?”
જવાબમાં ભગવંતે કહ્યું કે, “જબૂદ્વીપના મેરૂ પર્વતની દક્ષિણ દિશામાં તિ અસંખ્યાત દ્વીપસમુદ્રોને પાર કર્યા પછી અરૂણુવર તપ આવે છે. તેની બાવેદિકાના અંતિમ