________________
૧૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જેઓ ત્રિકાળવંદનાપૂર્વક દેવાધિદેવને નમસ્કાર કરે છે તે ભાગ્યશાળીઓ પણ ધન્યવાદને પાત્ર છે. જે ભૂમિ પર પરમાત્માનાં ચરણ પડે છે તે ભૂમિને પણ ધન્યવાદ અને તે ગૃહસ્થને પણ લાવાર ધન્યવાદ છે. જેમનાં ઘરનું ભજન, પાણી, વસ્ત્ર, અને ઔષધ અરિહંતને અથવા તેમના મહાપવિત્ર સાધુ સાધ્વીએનાં પાત્રમાં પડતું હોય છે.”
ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં સિંધુ સૌવીર દેશમાં પધારે અને મારી નગરીને પવિત્ર કરે, સમવસરણની રચના થાય અને તેમાં જનતા બેસે તથા હું પણ ભગવંતના ચરણેમાં બેસીને ધર્મોપદેશ સાંભળું. આશ્રવ અને સંવરના ભેદો અને ભેદાનભેદોને બરાબર સમજી મારા જીવનમાંથી આ ને ત્યાગ કરી સંવરધર્મની આચરણ કરું. આવા પુણ્યકર્મોને ઉદય મારા ભાગ્યમાં ક્યારે આવશે ? આવા વિચારો કરતાં ઉદાયન રાજાએ ધર્મજાગરિકા કરી પ્રાતઃકાળે પૌષધ પાયું.
આ બાજુ ભગવાન મહાવીરસ્વામી પણ ચતુર્વિધ સંઘ સાથે વિહાર કરતા વીતભય નગરના મૃગવન નામના ઉદ્યાનમાં પધાર્યા. સમવસરણમાં બિરાજમાન થઈને પ્રભુએ ધર્મોપદેશ આપે. ઉદ્યાનરક્ષક માળીએ રાજાને વધામણ આપ્યાં અને ખુશ થયેલા રાજાએ સ્નાન કર્યું તથા વેષભૂષા સજીને સમવસરણ તરફ રાજા આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને યથાયોગ્ય
અને બેઠા. ધર્મોપદેશ સાંભળ્યો. વૈરાગ્યવાસિત રાજાએ દીક્ષાને ભાવ કર્યો અને કહ્યું કે, “પ્રભે ! હું મારા પુત્રને રાજગાદી પર બેસાડીને આપશ્રી પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. પ્રભુએ કહ્યું કે, “હે રાજન્ ! સારા ધર્મકાર્યોમાં વિલંબ કરશે