________________
૨૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શ્રમણોપાસક ધર્મ (શ્રાવક ધર્મ) સ્વીકાર્યા પછી પણ અભિજિત્ કુમાર હૃદયના પવિત્ર ભાવથી શ્રાવક ધર્મને આરાધી શક્યો નથી. માટે પ્રતિ સમયે વિરાધના વધતી ગઈ, જેમાં હૈયાની કલુષિતતા, આર્તધ્યાન, રાગ તથા ટ્રેષના ભાવે મુખ્ય હોય છે. ચંપાનગરીને ઘણા શ્રમણોપાસકો સાથે રહેવા છતાં પણ, તેમની સાથે દ્રવ્યારાધના કરતાં પણ ભાવ આરાધનાને જીવનમાં લાવી શક્યો નહિ અને પિતાપ્રત્યેનો રોષ ઓછો થયે નથી અથવા ઓછો કરવા માટે પુરૂષાર્થ પણ કરી શક્યો નથી. મોહકર્મને ઉપશમ હૈયાના કાયર કરી શકતા નથી. માટે જ “ક્ષમા વીરસ્ય ભૂષણ” કહેવાયું છે. અને દ્રવ્યથી પ્રતિકમણુ-પૌષધ-તપ-જપ કરવા છતાં પણ આવા શ્રાવકે વૈમાનિક ગતિ મેળવી શક્તા નથી.
અભિજિત કુમાર અગ્નિકુમારના ભવથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને મેક્ષમાં જશે.
શતક ૧૩ને ઉદ્દેશ છઠ્ઠો પૂર્ણ.