________________
શતક ૧૩ મુ' : ઉદ્દેશક-૬
૧૯૭
ભોગપભોગનાં સાધનો છે પણ ભાગશક્તિ કયાં છે? ઇત્યાદિક અગણિત પ્રશ્નો આપણા જીવનને સતપ્ત કરી રહ્યા છે. આ સ્થિતિમાં જૈન શાસન કહે છે કે માનવ, આ માનવ ! તું થોડીવારને માટે વિચાર કર, સંસારમાં અનંત ભાગ્ય અને ઉપભાગ્યના પદાર્થા વિદ્યમાન હાવા છતાં જ્યારે તે આપણા જીવનને માટે ઉપયુક્ત થઈ શકતા નથી તે તેમના ભાગની આકાંક્ષા કરીને તું તારા મનમાં શા માટે ચંચલતા ઊભી કરે છે? યાદ રાખજે જ્યાં જ્યાં ચંચલતા છે ત્યાં શાંતિ નથી અને સમાધિ નથી. માટે જે પદાર્થા ભાગમાં આવી શકતા નથી તેના ત્યાગ કરવામાં કે તેને મર્યાદિત કરવામાં તને શેા વાંધા છે? કેમકે સંયમિત જીવનમાં જ શાંતિ અને સમાધિ રહી શકે છે, ટકી શકે છે, અને આત્તધ્યાન વિનાનુ જીવન બનાવીને સ્વસ્થતા કેળવી શકાય છે. આ કારણે જ ‘ ભેગાપભાગ વિરમણ અને અન་'ડ વિરમણ વ્રત 'ની વ્યવસ્થા કેવળ જૈન શાસનમાં જ રહેલી છે. વ્યવહારમાં મેટાં પાપાને લૌકિક શાસને પણ વર્ણવ્યાં છે, પરંતુ અત્યંત સૂક્ષ્મ પાપાને ઓળખાવનાર જૈન શાસન સિવાય બીજું એકેય શાસન નથી.
માણુસ માત્ર કંઈક વિચારબળ કેળવે અને ઇન્દ્રિયાને તથા મનના ગુલામ ન અને તા ભાગી જીવનમાં પણ યાગની આરાધના સરળ બની શકે છે. રાજારાણીનુ જીવન વ્રતધારી હાવાથી ભાગી છતાં પણ યાગી જેવાં હતાં. એક દિવસે પૌષધશાળામાં પૌષધોપવાસમાં સ્થિત રહેલા ઉદાયન રાજાને આવેા સંકલ્પ થયા કે “જે નગરમાં, ગામમાં, નિગમમાં ભગવાન મહાવીરસ્વામી વિચરે છે તે ગ્રામનગરાક્તિ પણ ધન્ય છે.