________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૬
૧૯૫ નગર હતું. તેના ઈશાન કેણમાં મૃગવન નામનું ઉદ્યાન હતું. નંદનવનની ઉપમાવાળા તે નગરમાં તમામ ઋતુઓનાં પુષ્પો હંમેશાં વિકસિત રહેતાં હતાં. ત્યાં ઉદાયન નામે રાજા રાજ કરતું હતું, જે બાધા અને ઉપદ્રવથી રહિત હતે. મહાહિમવાન પર્વતની જેમ નિર્ભય હતે. તે રાજાને પ્રભાવતી નામની પટ્ટરાણી હતી. તેનાં હાથપગનાં તળિયાં કોમળ અને ઈષત લાલ રંગનાં, શરીરની કાન્તિ સુવર્ણસમાન, કમળ જેવી સુગંધવાળી, નીલ અને કમળના પાંદડાં જેવી લાંબી આંખોવાળી, લાંબા કાન અને અણિયાળા નાકવાળી, દાડમની કળી જેવા દાંતવાળી, પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખવાળી, એવી તે પટ્ટરાણીને વૈભવ વિલાસને પાર નહિ છતાં જૈન શાસનના રંગમાં રંગાયેલા હૈયાવાળી હતી. પુત્ર પરિવારથી પૂર્ણ હતી તે પણ જૈન શ્રમણુઓને સહવાસ રાણુને માટે અમૂલ્ય હતે. પતિને પ્રેમ અતૂટ હતું તે પણ જૈન શાસનના પ્રેમમાં અતૂટ અને અનન્ય શ્રદ્ધાવાળી હતી. આ રાજારાણીને અભિ જિત્ નામને રાજકુંવર હતું. રાજનીતિમાં કુશળ હોવાથી તે કુમાર પ્રજાને પ્રીતિપાત્ર હતે. ઉદાયન રાજાને કેશિકુમાર નામે ભાણેજ હતે. | સિંધુ સૌવીર આદિ ૧૧ દેશેને, વીતભય આદિ ૩૬૩ નગરને અને ૧૦ મુગટબદ્ધ રાજાઓની સેવાથી સેવિત તે ઉદાયન રાજા હતા. સાથેસાથ જવાછવાદિ તને જાણકાર હતું અને જૈન શ્રમણોપાસક હતે.
જીવનમાં જ્યારે વિચારશક્તિને પ્રાદુર્ભાવ થાય છે ત્યારે જ ભેગ સાથે મેગની પ્રાપ્તિ સુલભ બને છે. ગૃહસ્થાશ્રમથી સર્વથા પર થયેલાયેગીઓને, ગસાધનાની જેટલી આવશ્યક્તા