________________
૧૬૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
તપસ્વી-મહા તપસ્વીએ, તથા શિયળની સાક્ષાત્ મૂર્તિસમ સાધ્વીજી મહારાજોની ચરણરજથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં સમવસરણની સ્થાપના થયેલી છે. તેમાં બિરાજમાન ભગવંતના ચરણામાં ઇન્દ્રો, દેવા, રાજા-રાણી, શેઠ-શેઠાણી ઉપરાંત અગણિત માનવ સમુદાય ઉપસ્થિત થઈને ભાવવંદન સાથે દ્રવ્યવદન કરી સૌ કોઈ યથાસ્થાને બેસી ગયા છે. ભગવર્તે દેશના આપતાં ફરમાવ્યું કે, ‘હે જીવાત્માઓ ! અનંત, અગાધ અને અગમ્ય સંસારમાં ચારેય ગતિએ અનાદિ કાળની છે અને અનંતકાળ સુધી રહેશે. તેમાં જનારા અને તેમાંથી બહાર આવનારા જીવા પણ અનાદિકાળથી અનંતાનંત છે અને અનંતાકાળ સુધી અનંતાનંત સંખ્યામાં રહેશે. તે ચારે ગતિ એમાં નરકતિ પણ શાશ્વતી છે. જે રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને તમસ્તમપ્રશ્ના નામે સાત નરક પૃથ્વીએ છે. તેમાંથી રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસા છે. જે સખ્યાત યાજન વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત યેાજન વિસ્તારવાળા પણ છે. ’
નરકમાં ઉત્પાદ :
પ્રશ્ન—‘હે પ્રભા ! રત્નપ્રભાના સંખ્યાત યાજન વિસ્તારવાળા ૩૦ લાખ નરકાવાસમાં એક સમયમાં કેટલા જીવા જન્મ લે છે?
(૧) કાપેાત લેશ્યાના માલિકે કેટલી સખ્યામાં જન્મ લે છે ?
(કૃષ્ણે લેશ્યાવાળા જીવા ઠ્ઠી અને સાતમી નરકમાં જાય છે, જ્યારે કાપાત લેસ્યાવાળા જીવા રત્નપ્રભામાં જાય છે.)