________________
૧૮૧
શતક ૧૩ મું ઉદ્દેશક-૪ મહા આઠવવાળા :
અને જેમની ક્રિયાઓ ખરાબ હોય છે તેઓ ફરીથી પાપકર્મો ઉપાર્જવા માટે જ પ્રયત્નશીલ હોય છે. જેમ સારાં કર્મોની માયા બધાય છે તેમ પાપકર્મોની પણ માયા બંધાય છે. ઘણું જેને આપણે જાણીએ છીએ કે તેઓ નિરર્થક-સાવ નિરર્થક વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ કરતા જ રહે છે. અમુક પ્રસંગે જૂઠું. બોલવાની આવશ્યકતા નથી છતાં માથું મારીને પણ ટાઢા પહેરનાં ગપ્પાં મારતા જ હોય છે. કંઈ પણ લેવા દેવા ન હોવા છતાં એક-બીજાને ધમકાવવા, મારવા કે ખાડામાં નાખવા માટે સાવ નવરા જ હોય છે. મહા વેદનાવાળા :
સાતમી નરકના નારકોની વેદના એટલી બધી તીવ્ર હોય છે કે વેદના ભેગવતાં પહેલાં ડરના માર્યા ૫૦૦ ધનુષ્ય સુધી ઉપર ઉછળે છે અને ચારે બાજુના ભયને કારણે કંપાયમાન થાય છે.
છઠ્ઠી ભૂમિને નારકે કરતાં સપ્તમ ભૂમિને નારકે અલ્પ સદ્ધિ અને દીપ્તિવાળા હોય છે. છઠ્ઠી નરકમાં ૯૯૯૯૫ નરકાવાસે છે અને સાતમી કરતાં વધારે છે હેવાથી સંકડામણ આદિને વધારે ભેગવનારા હોય છે. બીજી નરકના જી પહેલી કરતાં વધારે દુઃખી પરંતુ ત્રીજી કરતાં ઓછા દુઃખી હોય છે. તેવી રીતે છઠ્ઠી નરકને જીવે સાતમી કરતાં ઓછા દુઃખી છે અને પાંચમી કરતાં વધારે દુઃખી છે. સ્પર્શ દ્વાર : ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવંતે કહ્યું કે, પ્રથમ ભૂમિના નારકે