________________
૧૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
6
હોવાના કારણે બગાસાં ખાવાના સમયે મગરમચ્છના મુખમાં અસખ્ય માછલાં પ્રવેશે છે અને બગસુ પૂરુ થતાં તે માછલાં પાછાં બહાર નીકળી જાય છે. દિવસમાં કેટલીયેવાર બનનારી આ સ્વાભાવિક ક્રિયા છે. પણ ‘ તેલીનુ તેલ બળે અને મુસાભાઈનુ પેટ ફાટે ’ આ ન્યાયે મહાભયંકર કૃષ્ણ લેશ્યાના સ્વામી બનેલે તાંદુલ મત્સ્ય વિચારે છે કે, આ મગરમચ્છ કેટલા બેવકુફ છે ? આળસુનો પીર છે ? પ્રયત્ન વિના બગાસાં માત્રથી આટલાં બધાં માછલાં પેટમાં ગયાં પણ આ ભાઈ સાહેબે એક પણ માછલું ખાધા વિના પાછાં એકી દીધાં. આના સ્થાને હું હાઉં તા એક પણ માધ્યું જીવતુ ન રહે. આ બિચારા ચોખાના દાણા જેવા શરીરવાળા તાંદુલ મત્સ્યને બગાસું આવીને કેટલુ આવશે ? હાથીના બગાસાંની તુલનામાં કીડીનું બગાસું કેટલું ? છતાં પણ કેવળ મનની આવી વિચારણા કરી સાતમી નરક ભૂમિમાં જાય છે. ત્યારે દેવદુલ`ભ મનુષ્યઅવતારને મેળવીને જેએ પૂરી જિંદગી સુધી અમર્યાદિત પરિગ્રહ, મૈથુન, માયા, પ્રપચાદિ કાર્યાંને માટે મન દ્વારા જુદી જુદી ચેાજનાએ કરી રહ્યા હોય, જીભ દ્વારા તે કાર્યાંને પ્રાત્સાહન દઈ રહ્યા હોય અને શરીર પાપકાર્યોંમાં પૂર્ણરૂપે મસ્ત બનેલું હાય, તેવા જીવા આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનમાં મરીને સાતમી નરકે જાય છે. માટે જ કહેવાયું છે કે તે જીવા ભયંકર કર્માંના માલિક હાય છે.
ܕ
મહા ક્રિયાવાળા :
જે મહાકમી હાય છે તે મહા ક્રિયાવાળા પણ હાય છે, કેમકે જે પદ્ધતિએ કર્યાં કર્યાં હાય છે તે જીવાની ક્રિયાએ પણ મારકાટ, વૈર-વિરોધ અને દ્વેષપૂર્વક જ હાય છે,