________________
૧૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ પૃથ્વીકાયિક, અપ્રકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક સંબંધી અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેજ્ઞ અને અમનેમ આદિ સ્પર્શીને અનુભવ કરનારા છે. શેષ નારકે માટે પણ જાણવું. કેવળ બાદર તેજસ્કાયિક છે મનુષ્ય લેકમાં જ હોય છે અને સૂક્ષ્મ તેજસ્કાયિક જીવે સ્પર્શેન્દ્રિય દ્વારા અગ્રાહ્ય હોય છે, માટે તેજસ્કાય જેવી બીજા પ્રકારની ઉષ્ણતા જે પરમાધામીઓથી ઉત્પાદિત હોય છે તેને સ્પર્શ સમજ. પરિઘિ દ્વાર :
રત્નપ્રભાની પરિધિ (સ્થૂળતા) શર્કરામભા કરતાં વધારે છે અને પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર વિભાગમાં લંબાઈ અને પહોળાઈ નાની છે. કેમકે રત્નપ્રભાને આયામ વિધ્વંભ (લંબાઈ અને પહોળાઈ) એક રજૂ પ્રમાણ છે. અને શર્કરપ્રભાને આયામ વિષ્કભ તેનાથી વધારે છે. રત્નપ્રભાની જાડાઈ એક લાખ એંશી હજાર જનની છે અને શર્કરપ્રભાની એક લાખ બત્રીસ હજાર જનની છે, તેથી રત્નપ્રભા કરતાં શર્કરપ્રભા નાની છે પણ લંબાઈ પહોળાઈમાં વધારે છે. નિરયાન્ત દ્વાર :
સાતે નરક ભૂમિઓમાં જે નરકાવાસે છે તેની આસપાસ જે અપકાયિક, તેજસૂકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવે છે તે પણ મહાકર્મ, મહાકિયા, મહાઆશ્રવ અને મહાદનાવાળા છે. યદ્યપિ પિતપોતાનાં નામ કર્મને લઈને છે તે તે સ્થાને માં જન્મ ધારણ કરે છે તેમ છતાં પણ તેમનાં પૂર્વભવીય કર્મે મહાભયંકર વૈરવાળા હોય છે. ઈષ્ય,