________________
૧૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશવડે પૃષ્ટ છે, લેકાન્ત કણમાં રહેલે એક પ્રદેશ ઉપરના એક પ્રદેશથી અને આસપા પના બે પ્રદેશ એમ ત્રણથી સ્પષ્ટ છે. જ્યારે ઉત્કૃષ્ટથી ચારે દિશાના ચાર અને ઉર્ધ્વ અધઃ ના બે પ્રદેશ એમ છ પ્રદેશથી સ્પષ્ટ છે.
જ્યાં ધર્માસ્તિકાયને પ્રદેશ છે ત્યાં અધર્માસ્તિકાયને પણ પ્રદેશ હોય છે, માટે જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી સાત અધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પષ્ટ છે. તે આ પ્રમાણે -ધર્માસ્તિકાયને એક પ્રદેશ, અધર્માસ્તિકાયના ઉપરના એક પ્રદેશવડે, આસપાસના બે અને ધર્માસ્તિકાયના સ્થાન પર રહેલા અધર્માસ્તિકાયના એક પ્રદેશ એમ ચાર વડે સ્પષ્ટ છે. જ્યારે વધારેમાં વધારે ધર્માસ્તિકાયના એક પ્રદેશની છ દિશામાં રહેલા અધર્માસ્તિકાયના છ પ્રદેશ અને ધર્માસ્તિકાયના સ્થાન પર રહેલા અધર્માસ્તિકાયના એક પ્રદેશ એવી રીતે ઉત્કૃષ્ટથી સાત પ્રદેશો વડે સ્પર્શાય છે.
આકાશાસ્તિકાયના સાત પ્રદેશ વડે ધર્માસ્તિકાયનો એક પ્રદેશ સ્પષ્ટ છે. અલેકાસ્તિકાયને પણ પ્રદેશ હોય છે.
જીવાસ્તિકાયના અનંત પ્રદેશો વડે ધર્માસ્તિકાયને એક પ્રદેશ સ્પષ્ટ છે, કેમકે એક પ્રદેશની આસપાસ અનંત જીવોના અનંત પ્રદેશ વિદ્યમાન હોય છે. આ જ પ્રમાણે પગલાસ્તિકાયના અનંત પ્રદેશ વડે ધર્માસ્તિકાયને એક પ્રદેશ પૃષ્ટ હોય છે. કેમકે–તેના અનંત પ્રદેશે ધર્માસ્તિકાયના એક પ્રદેશ પર અને તેની પાસે દિફત્રયાદિમાં રહે છે. અઢી દ્વિીપમાં જ કાળ મર્યાદા હોવાથી કાળ દ્રવ્ય વડે કેઈક સમયે ધર્માસ્તિકાયને પ્રદેશ પૃષ્ઠ હોય છે અને કેઈક સમયે નથી હેતે. આ રીતે આને લગતા બીજા વિકલ્પ મૂળ સૂત્રથી જાણવા.