________________
શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૧
માકુકમઃ
હેય (ત્યાગ કરવા ગ્ય) ઉપાદેય (સ્વીકાર કરવા યોગ્ય) અને ગેય (જાણવા ગ્ય) પદાર્થોનું તલસ્પર્શી જ્ઞાન કેવળજ્ઞાની શ્રી અરિહંત પરમાત્માને જ હોય છે. કેમકે અનંત સંસારમાં રહેલા અભિલાષ્ય પદાર્થો પણ અરિહંત દેવ વિના બીજા કેઈને પૂર્ણરૂપે દશ્ય હેતા નથી, તે પછી સર્વથા અદશ્ય પદાર્થો, તેમનાં સ્થાને, તેમની આયુષ્ય મર્યાદાએ, તે સ્થાનથી જીવેનું નિષ્ક્રમણ કે પ્રવેશનઆદિ ચર્મચક્ષુઓને માટે અપ્રત્યક્ષ જ હોવાથી તેમનું વર્ણન યથાર્થ રીતે તેઓ શી રીતે કરી શકે ?
પદાર્થો આગમગમ્ય અને તર્કગમ્ય, બે જાતના હોય છે. તેમાં જે આગમગમ્ય છે તેમને સિદ્ધ કરવા માટે તર્ક, અનુમાન, હેતુ આદિને સહારે લે સર્વથા અનુચિત જ નહિ પણ અક્ષમ્ય અપરાધ છે.
- પ્રત્યક્ષ દેખાતા સંસારને ઘણા પદાર્થોને વડીલેના કહેવાથી જ સત્ય માનવા પડે છે. તે પછી સર્વથા અપ્રત્યક્ષ પદાર્થોને કેવળી પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખીને સત્ય સ્વરૂપે સ્વીકારવામાં શે બાધ છે?
જ્યાં સુધી આપણું બુદ્ધિ પહોંચી શકે ત્યાં સુધી અને છેવટે શ્રદ્ધાથી પણ અરિહંતદેવના વચનને સત્ય માનવું એમાં જ ડહાપણ છે, કલ્યાણ છે. | દેવાધિદેવ ચરમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામી અને તેમના સાનિધ્યમાં રહેનારા કેવળજ્ઞાનીએ ચતુર્શાનીઓ,