________________
રાતના ૧૩ મું : ઉદ્દેશક-૨ દેવલોક સંબંધી વર્ણન:
ગૌતમસ્વામીએ, “હે પ્રભે ! દેવ કેટલા પ્રકારના છે?” એ પ્રશ્ન પ્રભુ મહાવીરસ્વામીને પૂછયો, તેના પ્રત્યુત્તરમાં ભગવંતે કહ્યું, “દેવે ચાર પ્રકારના છે. (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષી, (૪) વૈમાનિક.
૧૮૦૦૦ જનની જાડાઈવાળી પ્રથમ ભૂમિના દશ હજાર જન નીચે ગયા પછી ભવનપતિના ભવને છે. તેના દશ ભેદો છે. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, વાયુકુમાર, દિશાકુમાર, અને સ્વનિતકુમાર. તથા વાનવ્યંતર આઠ પ્રકારના, જ્યોતિષીક દેવે પાંચ પ્રકારના, વૈમાનિક દેવે બાર પ્રકારના, રૈવેયક દે નવ પ્રકારના અને અનુત્તર વિમાને પાંચ પ્રકારના છે. પ્રથમ વિસ્તૃત ચર્ચા થઈ ગઈ છે.
ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવંતે કહ્યું કે, “અસુરકુમારોના ૬૪ લાખ આવા સંખ્યાત અને અસંખ્યાત એજનવાળા છે. જે સૌથી નાના ભવને છે તે જમ્બુદ્વીપ જેટલા મોટા છે. વચલા સંખ્યાત જનન અને શેષ ભવને અસંખ્યાત યજનના સમજવા. ઉત્પાદ માટેની વકતવ્યતા :
ભગવંતે કહ્યું કે, “પહેલા ઉદ્દેશામાં નારકે માટે જે કહેવાયું છે, તે પ્રમાણે અહીં પણ સમજવું. અર્થાત્ લેશ્યાથી