________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦
૧૪૫ (૩) તેનાથી કષાયાત્મા અનંતગુણ છે કેમકે સિદ્ધના છ કરતાં પણ કષાયના ઉદયવાળા ઘણું જ હોય છે.
(૪) તેનાથી ગાત્મા વિશેષાધિક છે. (૫) અગીની અપેક્ષાએ વર્માત્મા વિશેષાધિક છે.
(૬) ઉપગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્માની સંખ્યા તુલ્ય છે, છતાં પણ વીર્યાત્માની અપેક્ષાએ વિશેષાધિક છે.
ક આત્માનું સ્વરૂપ શું છે?
ચાર જ્ઞાનના સ્વામી ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે પ્રભે! આત્માનું સ્વરૂપ શું છે?” તે માટેના ઘણું અગત્યના પ્રશ્નો પૂછયા છે, કેમકે કોઈ પણ દ્રવ્યનું સ્વરૂપ જાણ્યા વિના તેની યથાર્થતા જાણી શકાતી નથી અને તેના અભાવમાં તે દ્રવ્યની અસ્તિત્વ વિષયક શંકાઓ પણ અદશ્ય થઈ શકે તેમ નથી. આજના સંસારની આ જ દશા છે કે સૌ કેઈ, આત્મા આત્માની વાતે કરે છે. તેની વ્યાખ્યાઓ નક્કી કરે છે, તેને મેળવવા માટે ડાં ઘણું અનુષ્ઠાન પણ કરે છે, પરંતુ અફસેસ સાથે કહીએ છીએ કે તેઓ હજુ સુધી આત્મજ્ઞાનના અભાવે (અનભિજ્ઞ) જેવી જોઈએ તેવી પ્રગતિ સાધી શક્તા નથી અને ઘાણીના બળદની જેમ ઘણું ચાલીને પણ પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં આવીને માયાના ખૂટે બંધાઈ જાય છે.
સમવસરણમાં બેઠેલા બધાઓને આત્માનું અસલી સ્વરૂપ જાણવામાં આવે તેવી ભાવદયાના કારણે જ ગૌતમસ્વામીએ