________________
૧૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
રીતે પીળા કાચના ચશ્માથી પણ સફેદ કપડાં પીળાં દેખાય છે. આ બધી વાતમાં રોગ અને ચશ્મા કારણુરૂપ છે, તેમ મિથ્યાત્વ અને અજ્ઞાન પણ આત્માના ભયંકર રાગ છે જેની વિદ્યમાનતામાં પ્રત્યક્ષ દેખાતી સત્ય વસ્તુને પણ તે માનવા તૈયાર નથી.
હિંસા–જૂઠ–મૈથુન આદિનાં પાપે અને તેનાં કડવાં ફળે દેખાઈ રહ્યાં છે તે પણ માનવના જીવનમાં રહેલાં મતિઅજ્ઞાન, કે શ્રુતઅજ્ઞાન–તેને માનવા તૈયાર નથી.
૧. માંસાહાર નિયી માણસાનુ ભાજન છે. ૨. શરાબપાન નિસ પરિણામવાળાનુ કૃત્ય છે. ૩. ખકરા આદિ જનાવરાની હત્યા તે ક્રૂર માનવનું
દુષ્કૃત્ય છે.
૪. જુગાર, રમી આદિની રમતા નવરા માણસેાનું કામ છે.
ઈત્યાદિક પ્રત્યક્ષ દેખાતાં પાામાં ધર્મની ભાવના અથવા પાપને પાપ તરીકે નહિ માનવાની માનિસક દશામાં અજ્ઞાન જ કામ કરી રહ્યું છે.
6
પ્રશ્ન- હું પ્રભા ! નરક ગતિના જીવાત્માએ શુ જ્ઞાન સ્વરૂપ છે ? અજ્ઞાન સ્વરૂપ છે? અથવા તેમનું જ્ઞાન તેમના આત્માથી ભિન્ન હોય છે ? અભિન્ન હોય છે?
જવાબ-ભગવતે ફરમાળ્યું કે, ‘ ગૌતમ ! સમ્યક્ દનની અપેક્ષાએ નારકા જ્ઞાન સ્વરૂપ છે. મિથ્યાદર્શનના કારણે અજ્ઞાન છે. સારાંશ કે નરક ગતિમાં રહેનારા જીવાને પણ સમ્યગ્દનની દુર્લભતા નથી. કારણ કે કર્મોના ઉઢચકાળ પ્રાયઃ