________________
૧૫૩
શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦ કરીને નિમિત્તોની અપેક્ષા રાખતું હોય છે. ત્યારે નરકમાં ક્યા કારણે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે? જવાબમાં ભગવંતે નીચે મુજબના ત્રણ કારણે સમ્યક્ત્વની પ્રાપ્તિ કહી છે.
નરકમાં સમ્યક્ત્વ પ્રાપ્તિના કારણે (૧) જાતિ સ્મરણ–
યદ્યપિ તે વિભંગ જ્ઞાનના સ્વામી હોવાથી પિતાના એક, બે, કે ત્રણ ભવેને જોવાની ક્ષમતાવાળા હોય છે, તે પણ મિથ્યાત્વના જોરે, વૈર કર્મોની લેવડદેવડમાં જ સમય પૂર્ણ થઈ જવાનાં કારણે પિતાના ગત ભ માટેને ઉપગ મૂકી શકતા નથી. તથાપિ કેઈક ઈવેને ભવિતવ્યતાને લઈને આવું સ્મરણ થઈ આવે કે, “પૂર્વ ભવમાં ધર્મબુદ્ધિથી મેં અનુષ્ઠાનેને સ્વીકાર્યા હતાં, પરંતુ મેહવશ સ્વીકારેલા તે અનુષ્ઠાનની આરાધના ન કરતાં વિરાધના કરી હતી. માટે મારે નરક ગતિમાં આવવું પડ્યું છે. આવી રીતે પૂર્વભવનું સ્મરણ થતાં જ ભાનમાં આવેલા નારકને સમ્યક્ત્વની પ્રાપ્તિ સુલભ બને છે. (૨) ધર્મ શ્રવણ–
યદ્યપિ નરકમાં દ્રષિ-મહર્ષિ, સાધુ-સંત કે પંડિતમહા–પંડિત હેતા નથી, તે પણ પૂર્વ ભવના નેહવશ કે ધર્મના રાગથી બદ્ધ થયેલા મિત્રદેવે નરકમાં જઈને તેમને ઉપદેશ આપે છે અને નારકના જીવોને પૂર્વભવ ખ્યાલમાં આવતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.