________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૧૦
૧૪૭ છે. એ જ પ્રમાણે અનંતાનુબંધી કષાયથી ઉત્પન્ન થયેલા તથા ભવભવાંતરની માયા વડે ખૂબ વધી પડેલા મિથ્ય ત્વરૂપી વાદળાઓથી આત્મારૂપી સૂર્ય પણ આચ્છાદિત થયેલ હેવાથી તે મિથ્યાત્વી કહેવાય છે. પરંતુ પિતાની મેળે ઘસડાઈ ઘસડાઈને ગોળાકારે થયેલા નદીના પત્થરની જેમ આ આત્મા પણ સ્વાભાવિક રીતે અથવા પોતાની પુરુષાર્થ શક્તિ વડે અનંતાનુબંધી કષાયને પરાસ્ત કરે છે ત્યારે મિથ્યાત્વમેહનીય કર્મોનાં વાદળાંઓ પણ ધીમે ધીમે ખસતાં જાય છે અને આત્મા જ્યારે અનિવૃત્તિકરણ નામની શક્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તે મિથ્યાત્વ બિચારું રંક જેવું બની જાય છે. અને અમુક મુદત સુધી અથવા સર્વકાળ સુધી પણ તે ગચ્છતિ થાય છે ત્યારે આત્માને ઔપથમિક, ક્ષાપશમિક કે ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અને આત્માની અનંત શક્તિને અવરોધ કરનારા મિથ્યાત્વજન્ય હિંસ કર્મ, ચૌર્ય કર્મ, મૈથુન કર્મ, પરિગ્રહ કર્મ તથા મૃષાવાદ કર્મ અને ક્રોધમાનાદિ કર્મોના વેગ કમજોર પડે છે. તે સમયે અજ્ઞાન (જ્ઞાનાવરણીય કર્મ)નું પરિવર્તન થઈને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કે મિથ્યાત્વની હાજરીમાં જે જ્ઞાન હતું તેમાંથી અજ્ઞાનતત્વ નાશ પામીને સમ્યક્તત્વને પ્રવેશ થતાં તે જ્ઞાન સમ્યજ્ઞાન બને છે.
આ કારણે જ ભગવંતે કહ્યું કે, “આત્મા કથંચિત્ જ્ઞાન રૂપ છે અને કથંચિત્ અજ્ઞાન રૂપે છે.” કારણમાં કહેવાયું છે કે તત્ તત્ ગુણની ઉપલબ્ધિ તે તે દ્રવ્યમાં ( ગુણમાં) જ હોય છે. જ્ઞાન અરૂપી હોવાના કારણે ગુણ છે માટે ચૈતન્ય સ્વરૂપી આત્માને જ તે ગુણ હોઈ શકે છે. જડ પદાર્થ રૂપી હોય છે માટે તેમને ગુણ હોઈ શકતું નથી.