________________
૧૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મિથ્યાત્વની ઉત્પત્તિ મેહકમને આભારી છે અને કર્મો જડજ હોય છે, માટે તેની હાજરીમાં થતું અજ્ઞાન આત્મરૂપ હોઈ શકે નહિ, પણ સમ્યજ્ઞાન આત્માની ચૈતન્ય અને સમ્યકત્વશક્તિને આભારી હોવાથી તે આત્મરૂપ છે. આ જ વાતને આમ કહી શકીએ કે આત્મા સ્વદ્રવ્યની અપેક્ષાએ જ્ઞાની છે અને પરદ્રવ્યની અપેક્ષાએ અજ્ઞાની છે. જેમકે- સ્વકીય દ્રવ્ય - ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ઘટ-પટ આદિમાં અસ્તિત્વ ધર્મ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ ધર્મની વિદ્યમાનતા પણ નકારી શકાય તેમ નથી. જ્ઞાતાને અભિપ્રાય કઈ કાળે પણ એક સરખો રહેતું નથી. કેઈક સમયે ય પદાર્થની અમુક અપેક્ષાએ વાત કરે છે ત્યારે બીજા સમયે બીજી અપેક્ષાએ વાત કરે છે. એક પિતાએ પિતાના પુત્રને આદેશ આપતાં કહ્યું કે, “તું કુંભારને ત્યાં જજે અને અમદાવાદને, લાલ રંગને, નાના આકારને, પિષ મહિનાને બનેલે, માટીને ઘડો ખરીદીને લાવજે.” કરે કુંભારની દુકાને જાય છે અને તેના કહેવા મુજબ દુકાનદાર ઘડો બતાવે છે ત્યારે ખરીદનાર અસ્તિત્વ ધર્મની અપેક્ષા રાખ્યા વિના નાસ્તિત્વ પ્રકારથી જુદા જુદા પ્રશ્નો દુકાનદારને પૂછી શકે છે, કે, “શું આ ઘડો ખંભાતને તે નથી? પાટણને તે નથી? સુવર્ણ અને ચાંદીને નથી ? ધોળા–પીળા કે કાળા રંગને તે નથી? ચૈત્ર વૈશાખાદિ મહિનાઓને ઘડાયેલે તે નથી? મારા કહેલા આકાર કરતાં મેટા આકારનો તે નથી ને ? માટીને છે તે રાજસ્થાન કે માળવાદિ દેશની માટીને તે નથી? ચીમનભાઈ આદિ કુંભારના હાથે તે બનાવેલ નથી ને?” ઈત્યાદિ અગણિત પ્રશ્નો પૂછવા માટે ખરીદનાર કરે હકકદાર છે, કેમકે તેના પિતાએ જે પ્રકારના ઘડાની ખરીદી