________________
૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આનંદ અને આશીર્વાદ મેળવી શકાતું નથી, અને પુનઃ પુનઃ પાપસ્થાનકેના સેવનથી પાછા દુર્ગતિ તરફ પ્રસ્થાન કરી કેટલાંય કાળચક્રો પૂરાં થાય તે પણ શરમાવર્તમાં પ્રવેશી શકતા નથી, અને સમ્યગ્દર્શનને પ્રકાશ મેળવવા સમર્થ બનતા નથી. જાત્યાંધ માણસ જેમ કંઈ પણ જોઈ શકતા નથી તેમ આવા જીના જન્મ સમયે ગમે તેટલા તીર્થક થાય તે પણ તેમને ધર્મ પ્રત્યે રુચિ થતી નથી અને સમ્યગમાર્ગમાં આવી શકતા નથી.” આ પ્રમાણે ભગવાનની વાત સાંભળીને પર્ષદા પાપભીરૂ બની ધર્મધ્યાનમાં ઉદ્યમવંત બની.
ભવસિદ્ધિક છે માટે વક્તવ્યતા :
પ્રશ્ન-૨ જયંતી શ્રાવિકા પૂછે છે: “હે પ્રભે! જીને ભવસિદ્ધિકપણું સ્વાભાવિક છે કે પરિણામિક છે?”
ભગવંતે કહ્યું કે, “ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક જ હોય છે, પરિણામિક હેતું નથી. જીવનું ચૈતન્ય સ્વાભાવિક છે. પહેલાં ચૈતન્ય હતું નહીં પણ ઈશ્વરની માયાથી તેમાં ચૈતન્ય આવે છે. અથવા સમવાય સંબંધથી ચૈતન્ય આવે છે. એ બધી મિથ્યા વાણી હોવાથી તર્કસંગત કે આગમ સંગત નથી. જ્યારે બાલત્વ, યૌવન, વૃદ્ધત્વ, સ્થૂળત્વ, કૃશત્વ એ બધા પારિણમિક ભાવે છે, જે આવે છે ને જાય છે. બાલકમાં બાલવ આવે છે ને એક દિવસ તે સર્વથા ચાલ્યું પણ જાય છે. ત્યારે ચૈતન્યમાં વૃદ્ધિ કે હાસ ભલે થાય તે પણ જીવમાંથી ચૈતન્ય કેઈ કાળે અને કોઈનાથી પણ જતું નથી. પત્થરમાં મૂર્તિ કે સ્તંભ આદિ પરિણામમાં ફેરફાર કાળને લઈને થતા હશે, તે પણ એમાં રહેલું સ્વાભાવિક કાઠિન્ય ફેરફાર પામતું નથી. પરિણામિક
છે
લઇને થતા વિ
'કાડિન્ય