________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રહેલી ચંદ્રની રેશનીને આચ્છાદિત કરતે તે રાહ પશ્ચિમમાં રહેલા ચંદ્રની કળાને આવૃત્ત કરે છે, ત્યારે તે ચંદ્રની અપેક્ષાએ પૂર્વમાં હોય છે. એ જ રીતે ઉત્તર અને દક્ષિણ દિશાના બે આલાપક સમજવા. એટલે ઉત્તર દિશામાં રહેલા ચંદ્રને અસ્વાભાવિક ગતિએ જો રાહુ જ્યારે આવૃત્ત કરે છે ત્યારે રાહુ દક્ષિણમાં દેખાય છે અને દક્ષિણમાં સ્થિત ચંદ્રની કળાને આવૃત્ત કરે છે ત્યારે રાહુ ઉત્તરમાં દેખાય છે. એ પ્રમાણે ઈશાનને નૈઋત્ય કોણ, અગ્નિ અને વાયવ્ય કોણ માટે ઉપર પ્રમાણે સમજવું.
- હવે સૂત્રકાર સુધર્માસ્વામીજી પિતે જ કહે છે કે જ્યારે આવતે કે જતે, વિક્રિયા કે કામક્રીડા કરતે, રાહુ વારંવાર ચંદ્રની લેશ્યા–રેશનીને આચ્છાદિત કરે ત્યારે મનુષ્યલેકના અજ્ઞાન જી કહે છે કે, “રાહુએ ચંદ્રમાને ગળી લીધું છે.” પણ આ તે નર્યો ભ્રમ જ છે. સાચી વાત એ છે કે તે સમયે રાહુએ ચંદ્રને આચ્છાદિત કર્યો હોય છે અને જ્યારે રાહુ ચંદ્રની પાસે થઈને જાય છે ત્યારે લે કે કહે છે કે રાહએ ચંદ્રને પોતાની કુક્ષિમાં લઈ લીધું છે. અને જ્યારે ચંદ્રથી રાહુ આગળ નીકળી જાય છે ત્યારે “ચન્દ્રથી રાહુ મુક્ત થયા” એમ લકે કહે છે. પણ આ બધું બ્રાન્તિવચન છે.”
ભગવતે કહ્યું કે, “એક ધ્રુવ રાહુ અને બીજે પર્વ રાહુ” એમ રાહુ બે પ્રકારે છે. - ધ્રુવરાહુ-જે કૃષ્ણ વિમાનમાં બેસીને ચન્દ્રની સાથે જ રહે છે. એટલે કે તેનાથી ચાર આંગળ નીચે રહીને સંચરણ કરે છે તે.
પર્વરાહુ-જે અમાવસ્યા અને પૂર્ણિમામાં ચન્દ્ર સાથે