________________
૧૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
ઉઘાડેલા પુસ્તકની જેમ પ્રત્યક્ષ છે. કૂતરાં, ખીલાડાં, સાંઢ, પાડા, વાઘ, ઉંદરડાં, સર્પ, નાળિયા આદિનાં જાતિવૈર છે, હાડ વૈર છે. એકલા સપના શત્રુઓ કેટલા છે ? મેાર, નાળિયા કે વાંદરા આદિના હાથે ચીરાતા અને વિના મેાતે રીખાતા મરતા સનિ તમે જોયા છે? મનુષ્ય અવતારમાં અવતરેલા આપણા શત્રુઓની પરંપરા આપણે સૌ પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. સગા માપના હાથે મરાતા કે રીખાતા બેટા, કે સગા બેટાના હાથે મરાતે ખાપ, તથા પત્નીના હાથે ટીપાતા રીમાતા, ગાળા ખાતા પુણ્યશાળી પુરૂષોને તમે ઓળખી કાઢશે ? સંસારમાં સૌથી પ્રથમ આ જ જ્ઞાન-વિજ્ઞાન લેવા જેવું છે.
આવી રીતે આ જીવાત્મા રાજા રૂપે, મત્રી રૂપે, પ્રજા રૂપે, શેઠ રૂપે, નાકર રૂપે પણ અનંતવાર જન્મ્યા છે અને મર્યા છે.
આ પ્રમાણે પરમ દયાળુ પરમાત્માની વાણી શ્રવણ ગોચર કરીને ગૌતમસ્વામી ધણા જ પ્રસન્ન થયા અને પુનઃ પુનઃ પરમાત્માને ભાવ વંદના કરતાં પેાતાની સાધનામાં સાવધાન થયા.
શતક ૧૨ ના ઉદ્દેશા સાતમા પૂ