________________
સતક ૧૨ મુ : ઉદ્દેશક-૧૦
૧૩૭
6
વ્રત
કેવળ મૈત્રીભાવના રાગડા તાણુવા એ જુદી વાત છે અને જીવનના અણુઅણુમાં મૈત્રીભાવ કેળવવા તે જુદી વાત છે. આ બધી વાતાનુ ધ્યાન રાખીને જ ભગવતે કહ્યું કે, નિયમ–સદનુષ્ઠાન કે ધ્યાન આદિને ફલિતાર્થ કરવા માટે ભાષાવ્યવહારને સાપેક્ષ બનાવવાની તાલીમ સૌ પહેલાં લેવાની જરૂર છે. અન્યથા સૌની સાથે વેર-ઝેર–કલેશ-કંકાસ–મારકૂટ આદિ તત્ત્વાને જીવનમાં પ્રવેશ કરતાં અટકાવી શકાશે નહિં.
વસ્તુ એક જ છે, વાત એક જ છે, જેમકે ગૃહસ્થાશ્રમને ભાગવતા ક‘ટાળી ગયેલા માનવાએ બીજા જાત ભાઇઓની કે દેશવાસીઓની સેવા કરવા માટે એક સસ્થા ઊભી કરી. હૅવે આ લક્ષ્ય કે ધ્યેય ખરાખર રહે ત્યાં સુધી વાંધા નથી પણ સ્વાર્થવૃત્તિના કારણે જ્યારે તે સંસ્થામાં ભગાણ પડશે ત્યારે એક સસ્થામાંથી ખીજી, ત્રીજી સંસ્થા ઊભી થઇને માનવસેવા માટે ઊભી થયેલી તે સંસ્થા જ માનવ સેવાને બદલે માનવ સમાજના કે માનવતાના દ્રોહ કરનારી બની જશે. આ કારણે જ સંસાર દુ:ખી છે, શ્રીમંત દુઃખી છે, સત્તાધારી દુઃખી છે. અને સૌને વૈકુંઠવાસ, વિષ્ણુવાસ કે મેાક્ષ અપાવનાર ભાગ્યશાળીઓ પણ પેાતાના ભાષાવ્યવહાર યદિ સાપેક્ષ બનાવવા ન પામે તે તે મહાદુ:ખી છે.
વસ્તુની યથા તા જાણવા માટે સાપેક્ષવાદ માપદંડ છે, જેની રૂપરેખા પહેલા અને બીજા ભાગમાં અપાઈ ગયેલી હાવાથી હવે આપણે મૂળ પ્રશ્નોત્તરની ચર્ચા કરીએ.
ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં સ્યાદ્વાદી ભગવંત મહાવીરસ્વામીએ પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ આત્માના આઠ ભેદ કહ્યા છે તે આ પ્રમાણે
18