________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૯ દેશનપૂર્વ કોટિની છે. વિરહકાળ માટે જાણવાનું કે ભવ્ય દ્રવ્યદેવને કાળ કરી પુનઃ તે પ્રર્યાયને પ્રાપ્ત કરવામાં ૧૦ હજાર વર્ષ ઉપર અન્તર્મુહૂર્તને અંતર પડે છે. કેમકે ભવ્ય દ્રવ્યદેવ મરણ પામી ૧૦ હજારની સ્થિતિવાળે વ્યંતરદેવ થાય છે અને ત્યાંથી ચવીને એક અંતર્મુહૂર્ત સુધી શુભ પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થઈ પુનઃ ભવ્ય દ્રવ્યદેવ અવસ્થા પ્રાપ્ત કરે છે. માટે ૧૦ હજાર વર્ષ ઉપર એક અન્તરમુહૂર્તને કાળ કહેવાય છે. નરદેવેને ફરીથી નરદેવ થવામાં એક સાગરોપમ કરતાં સહેજ વધારે સમય લાગે છે. કેમકે ચક્રવત મરીને પહેલી ભૂમિમાં એક સાગરોપમનું આયુષ્ય ભેગવીને પાછો નરેદેવરૂપે થાય છે. ચકર ઉત્પન્ન થયા પછી જ તે નરદેવ કહેવાય છે અને તેની પ્રાપ્તિમાં થોડો સમય લાગી જવાના કારણે જ એમ કહેવાયું છે. જ્યારે નરેદેવને ઉત્કૃષ્ટ વિરહકાળ અર્ધપુદ્ગલ પરિવર્ત કહેવાયું છે. કેમકે સમ્યફદષ્ટિ જીવોને ચક્રવતી પદ પ્રાપ્ત થાય છે અને સમ્યકત્વ પ્રાપ્ત અને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્ત જ શેષ હોય છે. તે કેઈ જીવ પોતાના અંતિમ ભવમાં ચકવર્તી પદ પ્રાપ્ત કરે તે પહેલા અને અંતિમ ભવની વચ્ચે અર્ધપુદ્ગલ પરિવર્ત સમય પસાર થાય છે.
ધર્મદેવના વિરહકાળ માટે કહેવાયું છે કે, જઘન્યથી પલ્યોપમ પૃથત્વ અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી હોય છે. અહીં ખાસ સમજવાનું કે અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ કરતાં અનંતકાળ કંઈક ન્યૂન હેય છે. જઘન્યનું કારણ આપતાં કહેવાયું કે ચારિત્ર પાળીને સૌધર્મકલ્પમાં પલ્યોપમ પૃથકૃત્વ આયુષ્યવાળે દેવ થયે અને ત્યાંથી એવીને મનુષ્ય શરીર મેળવી ફરીથી ચારિત્ર સ્વીકારે તે આશયથી પપમ પૃથત્વ કહેવાયું છે. યદ્યપિ ચારિત્ર સ્વીકાર કરવામાં પાસ કે આઠ વર્ષની