________________
૧૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મસ્તક ઝુકાવી દીધું તથા વ્રતના પાલનથી ઇતિહાસના પાને અમર બની ગઈ | આ અને આવી બીજી કથાઓથી પણ આપણે જાણી શકીએ છીએ કે આત્માની ઓળખાણ જ સૌ પ્રથમ કરવાની જરૂર છે. કેમકે અરૂપી અદશ્ય અને અલક્ષ્ય આત્માનું સત્ય જ્ઞાન કરવું તેમાં ભલભલા ગોથાં ખાધાં છે. માટે જ સંસારની માયામાં પૂરેપૂરા રંગાયેલા સ્વાર્થાન્ત પંડિતે કે મહાપંડિતે પણ આત્માની ઓળખાણ પિતે જ કરી શક્યા નથી, તે તેમના હજારો-લાખ શ્લોકમાં તે બીજાઓને આત્મજ્ઞાન શી રીતે કરાવી શકશે ? પરમાત્માના નામનાં ટીલા ટપકાં કરવામાં આખી જિંદગી પૂર્ણ કરીને પણ તેઓ બીજાને આત્મજ્ઞાન સત્યરૂપે કરાવી શક્યા નથી. માટે જ સંસારમાં માંસાહાર, શરાબપાન, વેશ્યા ગમન, જુગાર, રમીની રમત, પરસ્ત્રી ગમન, પરપુરૂષ ગમન આદિ દૂષણે સંસારને કદરૂપે બનાવવા માટે કારણભૂત બન્યાં છે. તેથી ભાઈ-ભાઈના, પિતા-પુત્રના, નણંદ-ભાભીને, સાસુ-વહુના કલેશોથી માનવજાત સર્વથા કમજોર બની છે, પરિણામે આધ્યાત્મિક ગ્રન્થનું વાચન છે પણ જીવન આસુરી છે. ભગવાનની બાહ્ય ભક્તિનાં ભક્તિવેડાં છે, પણ આત્મારામ કેરા ધાકર જ રહેવા પામ્યા છે.
- આ બધાં કારણોને લઈને દેવાધિદેવ, સર્વજ્ઞ, નિરંજન, તીર્થકર ભગષાન, મહાવીરસ્વામીએ કહ્યું કે : હે આત્મન ! તું તારી જાતને પહેલાં ઓળખી લે. તારા ગુણ અને પર્યાનું યથાર્થ જ્ઞાન મેળવી લે. તારા વૈકારિક અને સ્વાભાવિક ભાવે નિર્ણય પહેલાં કરી લે. આ જ કલ્યાણ છે, મેક્ષ છે અને આમેન્નતિ માટેનું પ્રથમ સોપાન છે.