________________
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧૦
૧૩૩ રાક્ષસ તથા સંસારની માયારૂપ ડાકણ સર્વથા શક્તિહીન થયા પછી તમારે સ્વાધીન બનશે.
રૂપઘેલી તથા મેહઘેલી કેશા વેશ્યાને સમજાવતાં શ્રી સ્થૂલીભદ્ર મુનિરાજે કહ્યું હતું કે “કેશા! તારા શરીરના રૂપરંગ કરતાં પણ તારે આત્મા વધારે રૂપાળે છે, તે તું કેમ જેતી નથી? સમજી લે જે કેશા ! આ તારું નમણું શરીર, મદભરી કમર, લીંબુની ફાડ જેવી આંખ, લાલ હેઠ, અને યુવાનીનાં તોફાનમાં ચકડોળે ચડેલી આ તારી શરીરયષ્ટિ તે એક દિવસે રાખમાં મળી જશે. આ તારા કાળા ભમર અને સુંવાળા વાળને કાળી નાગણ જે એટલે ઘાસના પૂળાની જેમ ફરરર કરતાં બળીને ખાખ થશે. તેલની માલીશ કરીને મજબુત થયેલા અને માખણના પીંડ જેવાં ચમકદાર હાડકાં અને ચામડાં સૂકાં લાકડાંની જેમ અગ્નિદેવને શરણ થતાં ભસ્મસાત્ થશે. માટે ભાડાના મકાન જેવા તારા આ શરીરમાં રહેલા આત્મદેવની ઓળખાણ કર, જેથી તારે આત્મા તને અજર-અમર અને અનંત શક્તિના માલિક જે લાગશે. કેશા ! ભેગવિલાસના માધ્યમથી શરીરને પાપનું ઘર બનાવીશ નહિ. કેમકે કામદેવને તાંડવનૃત્ય કરવા માટે સ્ત્રીનું શરીર તે માયાનું મંદિર છે અને માછલાં જેવા જુવાન માણસોને પિતાના ચક્કરમાં ફસાવવા માટે જાળ છે, તે તું સમજ, બરાબર સમજ. એકાંતમાં આંખ બંધ કરીને તું તારા આત્માને વિચાર કરજે, જેથી શરીરની મસ્તીની માયા તારી છૂટશે અને આત્મા સાથે માયા બંધાશે. કેશા ! ક્ષણભંગુર શરીરને પંપાળવા કરતાં આત્માને પંપાળતી થજે.” અને એક દિવસ મદભરેલી કેશા વેશ્યાએ શ્રી ભૂલીભદ્રમુનિના ચરણોમાં