________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૭
૧૧૧ પુત્રવધૂઓ કે જમાઈઓને પિતાનાં આત્મીય બનાવ્યાં છે. અત્યાર સુધીની અનંતાનંત માતાઓનાં પીધેલા દૂધને ભેગું કરવામાં આવે તે તેની આગળ ગંગા અને સિંધુ નદીના પ્રવાહ પણ સાવ પાતળા લાગશે, તેવી રીતે અનંતાનંત ભવાની માયાના કારણે ભેગવેલી હાડમારીઓ, વિયેગો, મારકાટ આદિને લઈને જેટલા પ્રમાણમાં આપણે રૂદન કર્યું છે તે પાણી જે ભેગું કરવામાં આવે તે ગંગા અને સિંધુ નદીના પ્રવાહ કરતાં પણ વધી જાય છે. - માણસને જ્યાં સુધી મેહ અને અજ્ઞાનને નશે હોય છે, ત્યાં સુધી પોતાના ચાલુ ભવને જ શણગારવા માટે જિંદગી ખપાવી દે છે. પરંતુ જ્ઞાનીઓ કહે છે કે આ ભવની તારી પ્રાણપ્યારી બનેલી પત્ની જેની પાછળ તે આખી જિંદગી માયાની મસ્તીમાં પૂર્ણ કરી છે, તે કદાચ ગત ભવેની કે આવતા ભવની તારી માતા પણ હોઈ શકે છે કે હઈ શકશે, અને આ ભવની માતા આવતા ભવની પત્ની પણ બની શકશે ઈત્યાદિ કારણેને લઈને અત્યંત રાગ કે દ્વેષ કેઈની સાથે રાખીશ નહિ; કેમકે આ સંસાર તે આ ભવ પૂરતો જ છે, અને પ્રાયઃ આ ભવને એકે ય મેમ્બર આવતા ભવને માટે તારા ઉપયોગમાં આવે તેમ નથી.
સમસ્ત સાથે શત્રુ સંબંધ
ભગવંતે કહ્યું કે, “આપણે જીવ સમસ્ત જીવને શત્રુ, વરી, મારક કે વધક કે પ્રત્યેનીક રૂપે અથવા સમસ્ત જીવે આપણું શત્રુ આદિ રૂપે અનેક કે અનંતવાર ઉત્પન્ન થયા છે.
આખાયે સંસાર આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે