________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૭
૧૦૯ અસંખ્ય-અનંત દેવીઓ સાથે સુંદર શાઓમાં સ્વૈચ્છિક, રોક ટોક વિનાના ભેગવિલાસ તે માણી લીધા છે. જ્યારે મનુષ્ય સ્ત્રી–સાથેના ભેગવિલાસ અત્યંત બિભત્સ, દુર્ગધમય, અદર્શનીય અને આંખના પલકારે સમાપ્ત થનારા છે, તેમાં તારે અરિહંતના ધર્મને તિલાંજલિ આપીને સાથોસાથ સત્કર્મોને બરબાદ કરીને, આવતા ભવ માટે પુણ્યકર્મોનું દેવાળું કાઢીને આસક્તિ ધારણ કરવા જેવું શું છે? સાગરેપ કે પલ્યોપમે કે ૮૪ લાખ પૂર્વના આયુષ્યના ભેગવિલાસે પણ અમર ન રહ્યા તે પછી કેવળ ૨૫-૩૦ વર્ષના ભેગવિલાસે તારા આત્માને સંતોષ શી રીતે આપી શકશે? શી રીતે સમાધિ અપાવશે? માનસિક પ્રસન્નતા કે લૂંટાઈ ગયેલી શારીરિક શક્તિઓને પાછી અપાવશે? નિસ્તેજ બનેલે તારે ચહેરે ફરી ચમકદાર બનશે? હજાર મણ ઘી-દૂધ ખાધા પછી પણ તારી લેતૃત્વશક્તિ વધશે? સાલમપાક, કપરાપાક કે બદામપાક આદિ દ્રવ્ય તારા રૂપરંગને યથાસ્થિત કરી શકશે? આ બધા પ્રશ્નોના જવાબ “ના” માં હોય તે પછી તારે શું કરવું જોઈએ તેને વિચાર પંચમહાવ્રતધારીઓ પાસે બેસીને કરી લેજે, વિલંબ કરીશ નહિ; કેમકે વિષયવાસનાના ભેગવિલાસમાં ખવાઈ ગયેલું માનવજીવન પાછું ક્યારે મળશે તે કેવલી ભગવંતે જાણે છે
આ પ્રમાણે જનાવર નિમાં અનંતાભ સુધી જોગવાઈ ગયેલા ભેગવિલાસ પછી રાધાવેધની સમાન મેળવેલે મનુષ્ય અવતાર, જનાવરોની જેમ વિવેક મર્યાદા વિનાના ભેગવિલાસમાં પૂર્ણ કરવાથી તારા આત્માની દશા કેવી થશે? આને નિર્ણય મુનિભગવંતો પાસેથી કરી લેજે