________________
૧૦૭
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૭ જ નથી કેમકે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિતમાં જન્મેલે જીવાત્મા બે ભવ કરી મેક્ષમાં જાય છે. અને સર્વાર્થસિદ્ધમાં એક ભવ કરી મેક્ષમાં જાય છે. તેથી પહેલાના ચારમાં બે વાર અને છેલ્લામાં એક જ વાર જન્મે છે. શેષ સર્વત્ર અનેક કે અનંતની ગણત્રી સમજવી. નરકાવાસની સંખ્યા :
રત્નપ્રભા નરકમાં ૩૦ લાખ આવાસ શર્કરા પ્રભામાં ૨૫ લાખ આવાસ વાલુકાપ્રભામાં ૧૫ લાખ આવાસ પંકપ્રભામાં ૧૦ લાખ આવાસ ધૂમપ્રભામાં ૩ લાખ આવાસ તમ:પ્રભામાં ૯૯૯૯૫ આવાસ તમસ્તમપ્રભામાં કેવળ પાંચ આવાસ અસુરકુમારમાં ૬૪ લાખ આવાસ
બાકીના આવાસે “સકલતીર્થ” સૂત્રાનુસાર જાણી લેવા. વાસના ત્યાજ્ય શા માટે?
આ સૂત્રને ફલિતાર્થ એ છે કે દેવલોકમાં આ જીવાત્મા અનંતવાર જન્મે છે અને સામાન્યરૂપે દેવેનું આયુષ્ય સાગરોપમ કે ઘણું સાગરોપમનું હોય છે અને દેવીઓનું આયુષ્ય પલ્યોપમ કે તેથી વધારે હોય છે, માટે દેવકના એક જ અવતારમાં આ જીવાત્માએ એક ભવ પૂરતી સંખ્યાત કે અસંખ્યાત દેવીઓ સાથેના ભેગવિલાસે માણ્યા છે, ગુલાબજલ