________________
૧૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દેવાના ભેગવિલાસનું ફળ શું?
યદ્યપિ મનુષ્યના ભેગવિલાસે કરતાં દેવનિના ભેગવિલાસે સારા છે એમ માની લઈએ તે પણ ચેરના હાથમાં પડેલી સુવર્ણની બેડી જેવા દેવના અવતારથી આત્માનું કલ્યાણ શી રીતે થશે? સમજી લેવું જોઈએ કે આપણો આત્મા સર્વથા સર્વતંત્ર સ્વતંત્ર દ્રવ્ય છે. જ્યારે તેના પ્રતિપ્રદેશે રહેલી કર્મસત્તા સર્વથા જડ છે. જે વિજળીના ચમકારા જેવી, કપટી માણસના ધ્યાન જેવી, પીપળનાં પાન જેવી, અને નદીના પ્રવાહ જેવી હોવાથી જીવાત્માને મેહકર્મનું શરાબપાન કરાવીને દુર્ગતિનાં દ્વાર દેખાડશે અને પિતે છૂટી પડશે. આ પ્રમાણે વિષયવાસનાના પૂર્ણ ગુલામ બનેલા દેવને ભવાંતરમાં વનસ્પતિકાયમાં જન્મ લેવા સિવાય બીજો માર્ગ નથી, જ્યાંથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત તીર્થંકર પરમાત્માની
વીસીએ પૂર્ણ થયે પણ બહાર નીકળવાનું નથી. માટે મુનિરાજોને સહવાસ કરીને યથાશક્ય ભેગવિલાસને ત્યાગ કરે એ જ માનવજીવનની સફળતા છે. જીવ માત્ર સાથેને અનંત સંબંધ:
માનવ માત્રની શંકાઓના નિવારણ અર્થે ગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નોના જવાબ આપતાં ભગવાને ફરમાવ્યું કે “હે ગૌતમ! આ આપણો આત્મા સમસ્ત પ્રાણીઓના પુત્રરૂપે, પિતારૂપે, પતિરૂપે, પત્નીરૂપે, જમાઈરૂપે અને પુત્રીરૂપે અનેક કે અનંતવાર ઉત્પન્ન થયે છે અને સમસ્ત જીવે પણ આપણું પુત્ર, પિતા, પત્ની, પતિ કે પુત્રીરૂપે પણ અનંતવાર ઉત્પન્ન થયા છે. સારાંશ કે અનંત સંસારની અનંત માયામાં ફસાયેલે આપણે આત્મા અનેક કે અનંત માતા, પિતા, ભાઈ, પુત્રી,