________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૮
૧૧૯ પૂછે છે કે, “હે પ્રભો! ગેળાંગૂલ વૃષભ અર્થાત્ ગાયના પૂંછડા જેવો મોટો યૂથપતિ વાંદરો (ઘણી સંખ્યાની વાંદરીઓને ભક્તા), કુફ્ફટ વૃષભ અર્થાત્ મોટે કુકડો અને બંડુક વૃષભ (મોટો દેડકે) આ ત્રણે તિર્યંચે યદિ.
નિશીલ (સદાચાર રહિત) નિર્બત (અણુવ્રત રહિત) નિર્ગુણ (ત્રણ ગુણવ્રત રહિત) નિર્મદ (સદાચારની મર્યાદા રહિત)
અપ્રત્યાખ્યાન (પાપના ત્યાગની ભાવનારહિત) અને પૌષધપવાસ વિનાના હોય તે તેઓ મર્યા પછી એક સાગરેપમની આયુષ્ય મર્યાદાવાળી રત્નપ્રભા નામની પહેલી નરક પ્રાપ્ત કરશે?
' જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, ગૌતમ! તે જીવે જે નરકગતિમાં ઉત્પન્ન થનારા હોય છે, તેમને નારક કહેવામાં વાંધો નથી. જેમ શ્રીમંતને પુત્ર શ્રીમંત, રાજાને પુત્ર રાજા અને કુમારી કન્યાને માતા કહી શકીએ છીએ યદ્યપિ અત્યારે શ્રીમંત પુત્ર શ્રીમંતને પર્યાયમાં, રાજપુત્ર રાજાના પર્યાયમાં અને કુમારી કન્યા માતૃત્વના પર્યાયમાં નથી તે પણ ભૂતકાળ અને વર્તમાનકાળને અભેદ હોવાથી તેમને તેવા સંબોધનથી સંબોધી શકાય છે. તેવી રીતે તિર્યંચગતિમાં રહેલાઓને પણ નારક તરીકે કહી શકીએ છીએ. ઉપચારથી પુણ્યકર્મના ભેગવટામાં ગળાડૂબ થઈ મોટા પાયા પર આરંભ સમારંભ