________________
૧૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
વધારે હજાર બકરા-ખકરીઓને તેમાં પૂરી દે છે. માન્યું કે તે વાડે સે બકરીએ આરામથી રહી શકે, ફરી શકે તેટલા જ છે, છતાં પણ હજારની સંખ્યામાં બકરીઓને રાખવામાં એવા આશય છે કે ત્યાં એક ઇંચ જેટલી જગ્યા પણ ખાલી રહેવા ન પામે, એવા વાડામાં પુષ્કળ ખાવા-પીવાનું સાધન મૂકી દેવામાં આવે છે જેથી તે વાડામાં કોઇ બકરા કે બકરી ભૂખ્યુ તરસ્યું ન રહી શકે. આ પ્રમાણે છ મહિના સુધી તેમને તે વાડામાં રાખવામાં આવે. આ વાતથી સૂત્રકાર એમ પ્રતિપાદિત કરવા માંગે છે કે સેા બકરીઓના બદલે હજાર બકરીએ તે વાડામાં ઇચ્છા પ્રમાણે ઘાસ ખાશે, પાણી પીશે, જેથી તે વાડાના એક પણ પ્રદેશ તેમનાં મૂત્ર, લીંડીએ, કફ, નાકમાંથી નીકળતા પ્રવાહી પદા, પરૂ, વી, લાહી, રૂવાટી, શીંગડાં કે તેમના નખવડે તે વાડાના એક પણ પ્રદેશ કાર રહેવાના નથી. છતાં કલ્પી લઇએ કે કેાઈ એકાદ પ્રદેશ તેમનાથી કાર રહી ગયા હેાય તે પણ લેાકની શાશ્વત સ્થિતિ, સંસારના અનાદિભાવ, જીવના નિત્યભાવ. કર્માંની અધિકતા અને જન્મમરણની બહુલતા આદિની અપેક્ષાએ વિચારીએ છીએ ત્યારે અતિશય વિશાળ આ લેાકના એક પુદ્ગલ પરમાણુ જેટલા પણ પ્રદેશ તેવો નથી જ્યાં જીવાત્મા જન્મ્યા ન હેાય કે મર્યા ન હાય.
(૧) લેાકની શાન્ધત સ્થિતિ :
કદાચ કોઈ કહે, ‘ લેાક જેવું પહેલાં કઈ પણ હતું જ નહીં. ’ પરંતુ બ્રહ્માજીએ જ્યારે જેની આવશ્યકતા પડી ત્યારે તે તે ભાવાને ઉત્પન્ન કર્યાં છે. બ્રહ્માજીનુ મૂક્યુ. એક ઇંડુ ઘણા વર્ષોં સુધી પડ્યું રહ્યું પછી તે ફૂટ્યું જેના એક ભાગ માંથી પુરુષ અને બીજા ભાગમાંથી સ્ત્રીનું ઉત્પાદન થયું અને